• મદદ કરવાના બહાને એટીએમનો પિન મેળવી 4000 રોકડા ઉપડ્યા અને 72 હજારના ઘરેણાંની ખરીદી કરી કુલ રૂ 1.12 લાખની કરી
  • અગાઉ પકડાયેલી બિહારી ગેંગે વધુ એક ગુનાની આપી કબૂલાત

રાજકોટમાં મદદ કરવાના બહાને લોકોના એટીએમ મેળવી તેના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી છેતરપિંડી આચરતી બિહારી ગેંગ ને પોલીસે થોડા દિવસ પહેલા જ દબોચી દીધી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા બિહારી ગેંગે પુરાની કબુલાત આપી હતી. જેમાં જીમખાના નજીક એક યુવાનનું એટીએમ મેળવી તેનો પીન મેળવી તેને એકાઉન્ટમાંથી રૂપિયા 1.12 લાખ ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઇ છે.વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના અને રાજકોટમાં મજૂરીકામ કરતા અશોક શ્રીરામસ્વરૂપ જાટવ નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે ગત તા.29-8ના રોજ એસબીઆઇ બેંકની જીમખાના બ્રાંચમાં આવેલા એટીએમ પર રૂ.40 હજાર જમા કરાવવા ગયો હતો. ત્યારે મશીનમાં રૂ.39 હજાર જ જમા થયા હતા. એક હજાર રૂપિયા જમા થતા ન હોય આ સમયે બાજુમાં ઊભેલા શખ્સ તમારું એટીએમ કાર્ડ આપો હું તમને રૂપિયા જમા કરી આપુ.

જેથી મેં તેને એટીએમ કાર્ડ અને રૂ.1 હજાર આપ્યા હતા. બાદમાં શમ્સે ATMના પાસવર્ડ માગતાં નંબર આપ્યા હતા. છતાં રૂપિયા જમા નહીં થતા તે શખ્સ કાર્ડ અને રૂપિયા બંને પરત આપ્યા હતા. રૂપિયા જમા ન થતા પોતે ઘરે આવી ગયો હતો.

ત્યાર બાદ બપોરના સમયે મોબાઇલ પર પૈસા ઉપાડ્યાના મેસેજ આવ્યા હતા. પૈસા ઉપાડ્યાના મેસેજ આવતા સાળાને વાત કરી હતી. સાળાએ એટીએમ જોવા માગતાં કાર્ડ અન્ય કોઇના નામનું જોવા મળ્યું હતું.જેથી પોતે બેંક પર જઇ તપાસ કરતા પોતાના ખાતામાંથી કટકે કટકે રૂ.40 હજાર તેમજ એટીએમ સ્વાઇપ કરી બે તબક્કે રૂ.72,150ના ઘરેણાંની ખરીદી કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોતાની સાથે રૂ.1,12,150ની છેતરપિંડી થઇ હતી. ત્યાર બાદ પોતે વતનથી પરત આવ્યો ત્યારે આ પ્રકારે છેતરપિંડી કરતી ટોળકી પકડાયાનું અને તે ટોળકીએ પોતાની સાથે કરેલી છેતરપિંડીની કબૂલાત આપી હોય એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે જેલમાં રહેલી ટોળકીનો કબજો લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.