નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૨૨ થી ૨૪ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ : ઢોલ-નગારા અને શરણાઇના સુર સાથે ભુલકાઓ શાળામાં પ્રવેશ અપાશે : ૨૦ ક્ધયાઓને વિદ્યાલક્ષી બોન્ડ અપાશે
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ૬ થી ૧૪ વર્ષનું એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત મહોત્સવનો રંગારંગ શુુભાંરભ કરવામાં આવનાર છે. ભવ્યાતિભવ્ય આયોજનમાં આનંદ ઉલ્લાસ અને ઢોલ નગારા, શરણાઇના સુરે નવા છાત્રોનું ઉમળકાભેર સ્વાગત કરી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આ તકે સરકારના પ્રતિનિધિઓ, સંસદ સભ્ય, ધારા સભ્ય, મહાનુભાવો મહેમાનો, વાલી વિસ્તારના આગેવાનો શિક્ષણ વિદો, સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ, સ્કુલ મેનેજમેંટ કમિટિના સભ્યો સહિત વિશાળ જન-સમુદાયે ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન ૧ થી ૧૨ ‚ટમાં યોજવામાં આવેલ છે. જેમાં શિક્ષણખ સમિતિની વોર્ડનં.૧ થી ૧૮ને આવારી લેતી કુલ ૮૦ શાળાઓ તથા ૭ ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ ૩૬ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓનો સમાવેશ કરીને કાર્યક્રમ યોજવામાં આવશે.
આ ત્રિદિસીય પ્રવેશોત્સવ દરમ્યાન ૨૧૩૪ કુમાર, ૨૦૨૭ ક્ધયા એમ કુલ ૪૧૬૧ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. પુન:પ્રવેશ ૧૨૪ બાળકોને પણ આ મહોત્સવ દરમિયાન શાળામાં પ્રવેશ અપાશે. ૨૦ ક્ધયાઓને વિદ્યાલક્ષી બોંડ અર્પણ કરવામાં આવશે.
સમગ્ર આયોજનની વિગત જણાવતા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા. ચેરમેન અલ્કાબેન કામદાર, શાસનાધિકારી, બી.એમ.સલાટ , શિક્ષણ સમિતિના તમામ સદસ્યોએ જણાવેલ છે કે સમગ્ર ‚ટમાં ‚ટ ઇન્ચાર્જ, કેળવણી નિરિક્ષક, યુ.આર.સી., સી.આર.સી., આચાર્યએ તેમજ શાળા પરિવાર સમગ્ર આયોજન સંભાળી રહ્યા છે. આ ત્રિ-દિવસીય આયોજન માટે કંટ્રોલ ‚મ શ‚ખ કરવામાં આવેલ છે. આ માટે મ્યુ કમિશ્રર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં અમલીકરણ સમિતિના રચના કરવામાં આવેલ છે. જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન શાસનધિકારી, સંયુક્ત માહિતી નિયામક, નાયબ કમિશ્રબ કોર્પોરેશનનો સમાવેશ કરાયો છે.
‚ટનં. ૧માં મુખ્ય મહેમાન પદે કમલેશભાઇ મિરાણી, પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, દર્શિતાબેન શાહ, ડે.મેયર, રા.મ્યુ.કો.ભારતીબેન રાવલ સદસ્ય, ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, ‚ટનં. ૨માં ભીખભાઇ વસોયા, પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ભાજપપ કિશોરભાઇ રાઠોડ, મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ-સદસ્ય ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ ‚ટનં. ૩માં ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય, રાજકોટ પુષ્કરભાઇ પટેલ, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટિ, રા.મ્યુ.કો વશરામભાઇ સાગઠીયા, નેતા વિરોધ પક્ષ રા.મ્યુ.કો. મુકેશભાઇ મહેતા, સદસ્ય ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ, ‚ટનં.૪માં ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય, રાજકોટ ભાવેશભાઇ દેથશીયા, સદ્સ્ય ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ, ‚ટનં. ૫માં મોહનભાઇ કુંડારીયા, સાંસદ નિતિભાઇ ભારદ્વાજ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે.
તા.૨૨મી ગુરુવારે, ‚ટનં.૧ થી ૧૨માં ૫૯,૫૬, સંસ્કારધામ વિદ્યાલય ૧૫,૭૨ જ્ઞાન સરિતા, સ.વ. પટેલ આદર્શ માધ્યમિક શાળા, ૬૧/૪૯૮,૭૦, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કુુલ, ૫૮,૭૩,જય રાંદલ વિદ્યાલય ૫૧/૬૨, ૪૮/૧૬ પીે.એન્ડ ટી.વી. હાઇસ્કુલ, ૭૪,૬૦ જલારામ હાઇસ્કુલ, ૯૬,૭૬, નુતન ગર્લ્સ હાઇસ્કુલ, ૯૫, ૯૩/૮૮ હ.લ. ગાંધી વિદ્યાલય ૪/૫ લાલા બહાદુુર શાસ્ત્રી કુમાર વિદ્યાલય, ૧૯,૨હ કોટક ક્ધયા વિદ્યાલય, ૯૮ બાઇ સાહેબબા ગર્લ્સ હાઇસ્કુલ, ૨૯,૬૪બી, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.
તા.૨૩મી શુક્રવારે, ‚ટ નં.૧થી૧૨ માં ૯૧,૮૯ તક્ષશિલા વિદ્યાલય, ૬૭,૯૭ માસુમ વિદ્યાલય, ૮૭,૮૩,૮૨ સહજાનંદ હાઇસ્કુલ, ૫૨,૬૩ આદર્શ બાલ નિકેતન , વીર સાવરકર હાઇસ્કુલ, ૩૨/૫૩/૧૩/૧૪/ મઝહર ક્ધયા વિદ્યાલય ૧/૩, ૧૦, ગાંધી જ્ઞાન મંદિર ૮૪,૮૫,૮૬, ગીતા વિદ્યાલય મુરલીધર હાઇસ્કુલ ૧૭,૨૬ એકનાથ રાનડે હાઇસ્કુલ ૪૯/૮૦, કસ્તુરબા વિદ્યાલય, ૪૪/૧૮/૪૦ અમથીબા ગર્લ્સ હાઇસ્કુલ ૫૭, મહારાણી લક્ષ્મીબાઇ વિદ્યાલય ૭૭, જય સોમનાથ હાઇસ્કુલ ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.
તા.૨૪મી શનિવારે ‚ટનં.૧ થી ૧૨માં ૩૩, ૬૮,સ્વામી ટેઉરામ સીંધી હાઇસ્કુલ ૭૧,૪૩/૧૦૦ સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાલય ૮૧/૩૫,૪૭માં આનંદમયી વિદ્યાલય ૭૮,૬૬,૨૮ બાલકિશોર વિદ્યાલય, ૯૪,૯૨/૬૪ જી.ટી.શેઠ વિદ્યાલય, ૮,૧૧, કુમાર મંદિર, રમેશભાઇ છાયા બોયસ હાઇસ્કુલ ૯૦, આદર્શ, પ્રા.સ્કુલ ગ્રાંટેડ, ગણેશ હાઇસ્કુલ, ૬૯,૮૮બી સરોજીની નાયડુ હાઇસ્કુલ, ૯૬બી/૯૯ પ્રિયદર્શીની સેક્ધડરી સ્કુલ ૬૫,૨૦બી સ્વામી નારાયણ ગુરુકુલ વિદ્યાલય ૮૯બી, ૪૬ મા‚તિ મધરલેન્ડ, ૨૩ આઇ.પી. મીશન ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.
સમગ્ર ત્રિ-દિવસીય ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શ‚ કરવામાં આવેલ કંટ્રોલ ‚મ ખાતે દિનેશભાઇ સદાદિયા (મો.૯૭૨૩૪૬૪૦૧૨) પ્રકાશભાઇ મંઢ (મો.૯૮૨૪૯૬૭૮૮૮) અને વસીમભાઇ સીડા (મો.૯૯૨૪૨૪૮૧૬૧) જવાબદારી સંભાળી રહ્યા છે.