મીતુલ દોંગાએ કોંગ્રેસના ઉમેદવાર થતા હજી નવા જુનીના એંધાણ: પક્ષ મીતુલને નિષ્કીય થઇ જવા આપી શકે છે આદેશ
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ અને જેડીયુ વચ્ચે ડખ્ખો દિનપ્રતિદિન વકરી રહ્યો છે ઉમેદવારી ફોર્મ પાછા ખેચવાના અંતીમ દિવસ મીતુલ દોંગાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું ફોર્મ પાછું ખેંચયુ નથી તો બીજી તરફ જેડીયુના ઉમેદવાર કરણાભાઇ માલધારી પણ એવા દાવો કરી રહ્યા ગઠબંધનના ભાગ રુપે આ બેઠક અમારા ફાળે આવી છે અને હું સતાવાર ઉમેદવાર છું. બીજી તરફ આ મહા ગાંઠ ઉકેલવાનું નામ લેતું નહોય કોંગેસ હાઇ કમાન્ડ હવે મીતુલ દોંગના નિષ્કીય થઇ જવા માટે અને ચુંટણી પ્રચાર ન કરવા કાર્યલયને તાળા મારી દેવાના આદેશ આપી શકે છે. વિધાનસભાની ચુંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ કોંગ્રેસનું ઘર ભીષણ આગમાં સપડાઇ રહ્યું છે.
કોંગ્રેસ અને જેડીયુ વચ્ચે બેઠકોની ફાળવણી મામલે થયેલી સમજુતિમાં હું જ રાજકોટ પૂર્વ બેઠકનો સત્તાવાર ઉમેદવાર છું. મિતુલ દોંગા નહી તેમ જેડીયુના કરણાભાઇ માલધારીએ જણાવ્યું હતું. રાજકોટ પૂર્વના જેડીયુના ઉમેદવાર કરણાભાઇ માલધારીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સુચનાથી રાષ્ટ્રીય ગઠબંધનના નેતા શરદ યાદવ, છોટુભાઇ વસાવા, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત, ભરતભાઇ સોલંકી, વગેરેની બનેલી હાઇ-પાવર કમીટીમાં કોંગ્રેસ અને છોટુભાઇ વસાવાની પાર્ટી બી.ટી.પી. વચ્ચે ગઠબંધન થયેલ તે અનુસાર તે સાત સીટોમાં રાજકોટ પૂર્વ-૬૮ વિધાનસભા સીટનો સમાવેશ તે સીટ મારે લડવાનું થતા અને મને મેન્ડેટ મળતા પણ ગઠબંધનનો સતાવાર ઉમેદવાર ઉમેદવાર છું. વાત રહી કોંગ્રેસના ઉમેદવાર મીતુલભાઇ દોંગા ને એ શરતે મેન્ડેટ મળેલ કે કરણાભાઇનું ઉમેદવારી પત્ર માન્ય થઇ જાય ત્યારબાદ તેમને ફોર્મ પાછુ ખેચવાનું હતું. અમારી જાણ મુજબ કોંગે્રસ પ્રદેશ તરફ થી તેમને આદેશ પણ આપવામાં આવ્યો હતો.
છતાં તેમને ફોર્મ પાછુ ખેચ્યું નથી આ કેમ થયું તે અંગે છોટુભાઇ ને જણાવતા તેઓએ કહેલ કે તમો જ ગઠબંધન ના સત્તાવાર ઉમેદવાર છો. અનેતમો આગળ વધો કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે વાત થઇ ગયેલ છે તેમ કહ્યું હતું. આ તકે દાનુભાઇ સોઢા, જયંતિભાઇ મનાણી, ડી.જે.સોમૈયા, અરવિંદભાઇ સરવૈયા, સંતોકબેન માલધારી, વિઠ્ઠલભાઇ ચોટલીયા, ઘનશ્યામભાઇ પટેલ અને કત્યમપાસ બૌઘ્ધ ઉપસ્થિત રહ્યા હતા.