રાજકોટ જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસો સામે નાગરિકોને રક્ષણ આપવા માટે રાજયસરકારની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ૫૦ ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા નાગરિકોને આયુર્વેદિક તથા હોમીયોપેથીક સારવાર અપાઇ રહી છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી નાગરિકોને આયુર્વેદિક અને હોમીયોપેથીની સારવાર આપી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર આપતા કુલ ૫૦ ધન્વન્તરી રથ રાજકોટ જિલ્લામાં ફરી રહ્યા છે, જેમાં રાષ્ટ્રીય બાલ સખા કાર્યક્રમની ટીમ તેમની સેવાઓ આપે છે. આ ટીમમાં એક તબીબી અધિકારી તથા પેરામેડીકલ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં જઈને લોકોને આયુર્વેદિક તથા હોમીયોપેથિક સારવાર આપે છે.
આ રથમાં તાવ શરદી-ઉધરસના ડાયાબિટીસ બ્લડપ્રેશર જેવી બીમારીનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. થર્મલ ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર, ગ્લુકોમીટર સહિતના આધુનિક સાધનો દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓ નાગરિકોને આપવામાં આવે છે.
કોરોના સંક્રમણથી બચવા માટે લોકોને માસ્ક ફરજિયાત પહેરવા માટે, બે વ્યક્તિ વચ્ચે સામાજિક અંતર જાળવી રાખવા માટે, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા માટે, સામાજિક અને ધાર્મિક મેળાવડાના આયોજન ટાળવા માટે, સંક્રમિત વિસ્તારમાં પ્રવાસ કરવાનું ટાળવા માટે, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા માટે, વૃદ્ધો તથા બાળકોએ કામ સિવાય બહાર જવાનું ટાળવા માટે વગેરે માટે સુચનાઓ આપવામાં આવે છે.
ધન્વન્તરી રથની રાજકોટ જિલ્લાની મુલાકાત દરમ્યાન કરાયેલી આરોગ્ય તપાસ દરમિયાન ૨૫૩૦૭ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી, જે પૈકી ૭૮ તાવના કેસ, સામાન્ય શરદીના ૪૦૨ કેસ, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના ૧૬ કેસ અને અન્ય બીમારીના ૨૫૫૫ કેસ નોંધાયા હતા. આ પૈકી ૪૬ દર્દીને કોરોના સેમ્પલ માટે રીફર કરવામાં આવેલ હતા, જે પૈકી સાત પોઝિટિવ જાહેર થયા હતા,