ધોરાજીના મોટી મારડમાં ઢોર ચરાવવાના પ્રશ્ને સશસ્ત્ર અથડામણ: વૃધ્ધની હત્યા: 14 ઘવાયા
તિક્ષ્ણ હથિયારથી સામસામે હુમલાથી નાસભાગ: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટ જિલ્લામાં દારુ-જુગારના હાટડા બેરોકટો ઠેર ઠેર શરુ થયા છે. બીજી તરફ બાયો ડિઝલ અને ખનિજ ચોરી બેફામ થઇ રહી છે. કાયદો અને વ્યસ્થાના ચીથરા ઉડી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં ચાર લોથ ઢળી છે. ઉપલેટા, વિછીંયા, ગોંડલના દેવચડી અને ધોરાજીના મોટી મારડ ગામે વૃધ્ધની હત્યાથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. મોટી મારડ ગામે ઢોર ચરાવવા જેવી સામાન્ય બાબતે રબારીના બે જૂથ્થ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા તિક્ષ્ણ હથિયાર અને બોર્થડ પદાર્થથી સામસામે થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નીપજ્યું છે. જ્યારે 14 ઘવાતા તેઓને રાજકોટ અને જૂનાગઢ ખાતે દાખલ કરાયા છે.
ધોરાજીના મોટીમારડ ગામમા એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થયું. મોટી મારડ ચીખલીયા રોડ નજીક રબારી સમાજના બે જૂથ વચ્ચે ઢોર ચારવા બાબતે બોલાચાલી થઇ હતી અને આ બોલાચાલી ઉગ્ર બનતાં બંને સમાજો વચ્ચે મારામારી થઇ હતી. અને આ અથડામણમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી.
આ અથડામણમાં એક વૃદ્ધ સામતભાઈ પુજાભાઈ કાળોતરાનું મોત થયું હતું. 14 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી. અને આ 14 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા જુનાગઢ તેમજ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ બંને જૂથો વચ્ચે આ પહેલા પણ ઘણી વખત બોલાચાલી થઈ હતી. મોટીમારડ ગામમાં જૂથ અથડામણ ઘટના બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. મોટીમારડમાં જૂથ અથડામણ લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો. આ મામલે ગુનો નોંધી વધુ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ગોંડલ: દેવચડી ગામે દિયર-ભાભીની પ્રેમલીલાનો કરૂણ અંજામ, પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
નાનાભાઈ સાથે પત્નીને સુતેલી જોઈ જતા પરપ્રાંતીય શ્રમિકે ક્રુરતા પૂર્વક રહેસી નાખી: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
અબતક,જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ
ગોંડલ ના દેવચડી ની ધાર પર ઝુપડા બાંધી રહેતી આદિવાસી પરિણીતા ને તેના પતિએ વહેલી સવારે ગુપ્તાંગ માં તથા શરીર ના અન્ય ભાગ માં હથીયાર વડે આડેધડ ઘા મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી.બાદ માં બપોર ના તેણી ને તાવ આવવાથી મોત નિપજ્યાનું જણાવી તેના સાસુ સસરા મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હોય શિવમ ટ્રસ્ટ ના પ્રમુખ ને શંકાસ્પદ જણાતા પોલીસ ને જાણ કરાઇ હતી.અને પોલીસ તપાસ મા મર્ડર હોવાનુ ખુલ્યુ હતુ.પોલીસે હત્યારા પતિ ને હોસ્પિટલ મા જ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્યપ્રદેશ ના બરવાની જીલ્લા ના જરવાઇ અને હાલ છેલ્લા પંદર વર્ષ થી શિવરાજગઢ દેવચડી વચ્ચે આવેલી ધાર ઉપર ઝુપડા બાંધી રહેતા અને છુટક ખેત મજુરી કરતા આદીવાસી દિપક કરણભાઇ મકોડીયાએ વહેલી સવારે પાંચ વાગ્યે પોતાની પત્નિ નાનાબાઇ ઉ.28 ને શરીર ના ગુપ્તાંગ તથા અન્ય ભાગ માં હથીયાર વડે બેરહમ માર મારતા તેણી નુ મોત નિપજ્યુ હતુ.
બનાવ બાદ બપોર ના દિપક ના પિતા કરણભાઇ માતા મુન્નીબાઇ તથા વાડી માલીક રમેશભાઈ નાનાબાઇ ના મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.મૃતદેહ મુકી વાડી માલિક ચાલ્યા ગયા બાદ કરણભાઇ એ બે દિવસ થી તાવ આવતો હોય મોત થયા નુ જણાવતા અને નાનાબાઇ નો પતિ દિપક સાથે આવ્યો ના હોય હોસ્પિટલ મા સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના દિનેશભાઈ માધડ ને શંકાસ્પદ જણાતા તેમણે તુરંત તાલુકા પોલીસ ને જાણ કરતા પીએસઆઇ જે.એમ.ઝાલા,કોન્સ. જે.યુ.વાળા,શીવુભા વાઘેલા,મુકેશભાઇ મકવાણા સહિત નો સ્ટાફ દોડી આવી પરિણીતા ના મૃતદેહ ને પીએમ રુમ મા ખસેડી કાર્યવાહી હાથ ધરી કરણભાઈ ની ઉલટ તપાસ કરતા પોતાના પુત્ર દિપકે હત્યા કર્યા નુ જણાવ્યુ હતુ.દરમિયાન પતિ દિપક પણ હોસ્પિટલ પંહોચ્યો હોય પોલીસે તેને પકડી લઈ લાલઆંખ કરતા પોપટ બની ગયેલા દિપકે પોતાના નાનાભાઈ સાથે પત્નિ ને બે થી ત્રણ વખત સુતેલી જોઈ હોય ક્રોધ મા આવી હત્યા કર્યા નુ કબુલ્યુ હતો.મૃતક નાનાબાઇ અને હત્યારા દિપક ને સંતાન મા ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનુ તથા માતા પિતા થી અલગ ઝુપડા મા પત્નિ અને બાળકો સાથે રહેતો હોવાનુ દિપકે જણાવ્યુ હતુ.