બ્રુસેલોસિસ પશુઓમાં પ્રજનને અસર કરતો રોગ: રક્ષણ મેળવવા સામે રસીકરણં
ખરવાના ટુંકા નામે ઓળખાતાં એફ.એમ.ડી. રોગમાં દૂધાળા પશુઓનું દૂધ 25થી 60 ટકા જેટલું ઘટી જાય છે અને બળદની કામ કરવાની શક્તિ ક્ષીણ થતી જાય છે. આ રોગમાં પશુને તાવ, મોંમાંથી ખૂબ લાળ પડવી, જીભ અને મોં તેમજ હોઠના અંદરના ભાગમાં પડેલા ફોલ્લાં ફુટતાં ચાંદા પડવા, પગની ખરીઓ વચ્ચે ચાંદા પડવા વગેરે લક્ષણો જોવા મળે છે. ખરવા મોવાસાના ચેપી રોગ સામે રક્ષણ મેળવવા માટે પશુઓને રસીનો પ્રથમ ડોઝ 4 માસ તેમજ બીજો ડોઝ 6 માસની ઉંમરે આપવામાં આવે છે.
ત્યાર બાદ દર છ મહિને ડોઝ આપવામાં આવે છે. આ રોગના નિયંત્રણ માટે ફેબ્રુઆરી અને જુલાઇ માસમાં રસી મુકવામાં આવે છે. બ્રુસેલોસિસ પશુઓમાં પ્રજનનને અસર કરતો રોગ છે, જે બેક્ટેરિયમ બ્રુસેલા એબોર્ટસને કારણે થાય છે. આ રોગમા તાવ, ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં ગર્ભપાત, વંધ્યત્વ, અનિયમિત દૂધ આવવું વગેરે લક્ષણો જોવા મળે છે. આ રોગ સામે રક્ષણ મેળવવા માટે પશુને 4 થી 8 માસની ઉંમરે ફક્ત એક વાર રસી મૂકાવવાની રહે છે.
આ વર્ષની શરુઆતથી માર્ચ સુધીમાં રાજકોટ જિલ્લામાં પશુપાલન શાખા દ્વારા 22 હજારથી વધુ પશુઓનું એમ.એફ.ડી/ બ્રુસેલોસીસ સામે રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.