આજથી રાજકોટ જીલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અભિયાન યોજાનાર છે. જેમાં ૧ વર્ષ થી ૧૯ વર્ષના નીચેના તમામ બાળકોને રાષ્ટ્રીય કુમીનાશક દિવસે કુમીનાશક ગોળી ખવડાવવામાં આવશે.

રાજકોટ જીલ્લાનું આ અંગેનું આયોજન સંપૂર્ણ કરી લેવામાં આવેલછે. રાષ્ટ્રીય કુમીનાશક દિવસ અભિયાનનું રાજકોટ જીલ્લાનું ઉદધાટન જસદણ તાલુકાના ખાંડા હડમતીયાની પ્રાથમીક શાળામાં સવારના ૧૧ કલાકે જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા ના હસ્તે કરવામાં આવશે.જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતિરા, જીલ્લા આર.સી.એચ. અધિકારી ડો. મિતેષ એન. ભંડેરી, તાલુકા પંચાયત પ્રમુખ છગનભાઇ વોરા, ગ્રામ પંચાયત પ્રમુખ તથા ગ્રામ્ય આગેવાનો હાજર રહેશે. રાજકોટ જીલ્લાના ૧ વર્ષથી ૧૯ વર્ષના બાળકો ૬ લાખ ૮ર હજાર બાળકોને કૃમીની ગોળી ખવડાવવામાં ના હસ્તે કરવામાં આવશે. આરોગ્યની ટીમે બનાવવામાં આવેલ છે પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વયસેવકો કામગીરી કરશે. અસરકારક સુપરવીઝન માટે સુપરવાઇઝરો નીમવામાં આવેલ છે.

પ્રથમ દિવસે દરેક ગામમાં કુમીનાશક ગોળી ખવડાવવામાં માટે બુથ બનાવવામાં આવશે અને ત્યાં કુમીનાશક ગોળી ખવડાવવા દરેક બાળકને આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવશે. તથા ૧૪ ના રોજ મોપઅપ રાઉન્ડ દિવસ આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરશે. અને જો કુમીનાશક ગોળી ખવડાવવામાં બાળક બાકી હશે તો સ્થળ પર જ ગોળી ખવડાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.