ન્યુમોકોકલ ન્યુમોનિયાએ નાના બાળકોમાં થતો ગંભીર પ્રકારનો ફેફસાનો ચેપી રોગ છે . આ રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને ઉધરસ થવી , છાતીનું અંદર ખેંચાવું , શ્વાસ લેવામાં તકલીફ , તીવ્ર શ્વાસ અને ગાળામાં સસણી બોલવી, અને જો બાળક ગંભીર પ્રકારે બીમાર હોય તો તેને ખાવા પીવામાં તકલીફ રહે છે.
નાની ઉંમરના બાળકોમાં આ રોગ રસીકરણથી અટકાવી શકાય છે. તેથી આ રોગથી થતાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે ગત તા.20થી સમગ્ર રાજયમાં અને રાજકોટ જીલ્લામાં ન્યુમોકોકલ કોંજ્યુગેટ વેક્સિન (પીસીવી) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત જે બાળકો રસીકરણ માટે 6 અઠવાડીયા અથવા ઓરલ પોલિયો -1 અને પેંટાવેલેંટ -1 ના પહેલા ડોઝ માટે આવે છે એટલકે 6 અઠવાડીયાની ઉંમર થાય ત્યારે ન્યુમોકોકલ કોંજ્યુગેટ વેક્સિન પીસીવી -1 પહેલો ડોઝ પણ આપવામાં આવશે.
ત્યારબાદ બીજો ડોઝ 14 અઠવાડીયા પછી અને બીજો ડોઝ મેળવ્યા પછી 9 મહિનાની ઉંમર્ પછી બુસ્ટર ડોઝ આપવામાં આવશે.તાજેતરમાં કાર્યક્રમ લોંચ કરવામાં આવેલ અને પ્રથમ દિવસે સમગ્ર જીલ્લામાં કુલ 740 બાળકોને ન્યુમોકોકલ કોંજ્યુગેટ વેક્સિન પીસીવી -1 પહેલો ડોઝ આપવામાં આવેલ હતો.
આ રસી અંગે વધુ જાણકારી માટે સ્થાનિક આરોગ્ય કર્મચારી અથવા આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવો.આ રસીકરણ કાર્યક્રમની બહોળી પ્રસિધ્ધિ માટે સ્થાનિક કક્ષાએસ્થાનિક પદાધિકારીઓ જેમ કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત , જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ હતા તથા આ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રા.આ.કે. દ્વારા ગામડાઓમાં માઈક પ્રચાર પણ કરવામાં આવેલ હતો પોતાના બાળકને આ રસી સમયસર મૂકવવા માટે દરેક વાલીઓને આરોગ્ય તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે