શ્રાવણીયા જુગારની મોસમ પુરબહાર ખીલી
ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, પાટણવાવ અને વિછીંયામાં દરોડાથી જુગારીઓમાં ફફડાટ રોકડ, મોબાઈલ અને વાહનો મળી રૂ.૭.૭૨ લાખનો મુદ્દામાલ કબજે
શ્રાવણના જુગારની મોસમ રાજકોટ જિલ્લામાં પુરબહાર ખીલી છે. સ્થાનિક પોલીસોએ ગોંડલ, પાટણવાવ, વિંછીયા, શાપર, ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણા સહિત ૧૦ સ્થળોએ દરોડા પાડી ૭૧ શખસોની ધરપકડ કરી રોકડ, મોબાઈલ અને વાહનો મળી રૂા.૭.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજી શહેરના ગણેશપરામાં રહેતા સુધીર બચુભાઈ ટોપીયાની વાડીમાં જુગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પ્રદિપસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નીતેશ ટોપીયા, હરેશ લાલજી બાલધા, રાકેશ જશમત અમીપરા, દિવ્યેશ વિઠલ અમીપરા, સંદીપ વલ્લભ માવાણી, કપીલ લાલ રાબડીયા, સંજય ભગવાનજીભાઈ બાલધા અને રસીક પાંચા સાટોડીયાની ધરપકડ કરી રોકડ ૨.૫૦ લાખ, ૯ મોબાઈલ અને ૩ બાઈક મળી રૂા.૩.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પાટણવાવ પોલીસ મથકના સ્ટાફે મોટીમારડ ગામે જાહેરમાં જુગાર રમતા મયુર ડાંગર, કિશન ડાંગર, જયેશ હેરભા, દેવાંગ વિરડા, પ્રકાશ ચાવડા, રવિ હેરભા, ભૌતિક વિરડા અને હર્ષદ હેરભાની ધરપકડ કરી રૂા.૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે મોટી મારડમાં જુગાર રમતો લીલા પરમાર, સંજય ઉર્ફે પોપટ, ભરત ટીકડી, ભરત ડાટી, વિરલ ઉર્ફે ભીમજી, જીગ્નેશ છગન, જીગ્નેશ પટેલની ધરપકડ કરી રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂા.૪૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તલઘડા ગામે જુગાર રમતો શાંતિ ઉર્ફે ચકો, રૂપેશ નરશી, જેરામ બલદેવ, રસીક રૂપાપરા, સાગર રૂપાપરા, શૈલેશ સોજીત્રા, પારસ સોજીત્રા અને મયુર સોજીત્રાની ધરપકડ કરી રોકડ, ૬ મોબાઈલ અને માઈક મળી રૂા.૧.૩૫નો મુદ્દામાલ કબજે કર્યો છે.
વિંછીયાના ગુંદાળા ગામે જુગાર રમતા વેલા કટેશીયા, વિનુ મેતાળીયા, રાજેશ કટેશીયા, રમેશ જાપડીયા, મનીષ કટેશીયા અને રમેશ કટેશીયાની ધરપકડ કરી ૩૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. શાપરમાં જુગાર રમતો ડેનીશ અઘેરા, વર્ષાબેન વિરાણી, વર્ષાબેન વિરોજા, ભાવનાબેન માકડીયા અને શારદાબેન સોલંકીની ધરપકડ કરી રૂા.૨૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઉપલેટામાં સ્મશાન રોડ પર રહેતા અનવર હબીબ ઠેબાના મકાનમાં પોલીસે દરોડો પાડી અનવર ઠેબા, ગની સુરૈયા, હમીર ગોવા આહિર, શાહીલ સલીમ કાદરી અને મોહસની મનસુખ શેખની ધરપકડ કરી રૂા.૨૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગોંડલમાં ભોજપરા પરામાં રહેતા પ્રદિપ મેઘનાથીના મકાનમાં જુગારધામ ધમધમતુ હોવાની મળેલી બાતમીના આધારે દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા પ્રદિપ બાવાજી, ભરત વાઘેલા, દિનેશ નાથ બાવાજી, શૈલેષ સખીયા, કાનજી ડાંગી, મયુર સોલંકી, રમણીક મકવાણા, મુકેશ વાઘેલા અને સોંઢા પનારાની ધરપકડ કરી રોકડ અને મોબાઈલ મળી રૂા.૭૬૫૦૦ કબજે કર્યા છે. ગોંડલ તાલુકાના વાળધરી ગામે જાહેરમાં જુગાર રમતા સુરેશ સખીયા, જયેશ દાફડા, હિતેષ વાળા, અનિલ વોરા, ભાવેશ પીપળીયા અને પરાગ વોરાની ધરપકડ કરી રૂા.૮૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.