ગોંડલ-ઉપલેટા, ધોરાજી-પાટણવાવમાં પોલીસે દરોડો પાડી રૂા.૭૫૦૩૫નો મુદામાલ કબજે કર્યો
રાજકોટ જીલ્લાના ગોંડલ, પાટણવાવ, ઉપલેટા અને ધોરાજી મળી કુલ પાંચ સ્થળો પર ગ્રામ્ય પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૩૦ શકુનીને ઝડપી લઈ પોલીસે રૂા.૭૫૦૩૫નો મુદામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટાના ગાધાના પારા પાસે સ્વામિનારાયણ સોસાયટીમાં જુગાર રમતા પાંચા બાબુ સોલંકી, વિપુલ બાબુ કાલરીયા, રમેશ બાબુ સોલંકી, દુર્લભ મનજી ચુડાસમાની ધરપકડ કરી ઉપલેટા પોલીસે રૂા.૧૦,૫૨૦ની રોકડ કબજે કરી હતી. જયારે ધોરાજીના બહારપુરા વિજયનગરના પુલ પાસે જુગાર રમતા પરેશ જેન્તી ચૌધરી, અરવિંદ પમાભાઈ ચુડાસમાની ધરપકડ કરી પોલીસે રૂા.૭૦૨૦ની રોકડ કબજે કરી હતી.
આ ઉપરાંત પાટણવાવના ભાડેર ગામે વિહા શામળાના મકાનમાં જુગાર રમતા મકાન માલિક વીહા કરશન શામળા, રામા કરશન શામળા, લખમણ કરશન શામળા, અરવિંદ વજુ શામળા, ખીમા લખમણ શામળા, અરજણ શામળા, નાથા દેવરખી શામળા, ભલા નાનુ શામળા, કૌશિક રતા ધ્રાંગીયા, સવજી અરજણ ગજેરા, જેન્તી અરજણ ગજેરા, જેન્તી છગનભાઈ શામાણીની પાટણવાવ પોલીસે ધરપકડ કરી રૂા.૧૫,૯૭૫ની રોકડ તથા નવ મોબાઈલ કિંમત રૂા.૧૮૦૦૦ મળી રૂા.૩૩૯૭૫નો મુદામાલ કબજે કર્યો છે.
જયારે ગોંડલ શહેરના મોહનગરમાં રહેતા રમેશ શિદેના મકાનમાં જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ કરી રૂા.૨૬,૩૦૦નો મુદામાલ કબજે કરી તેમજ જયશ્રીબેન વલ્લભ જોગલીયાના મકાનમાં જુગાર રમતા બે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી રૂા.૧૩૦૦૦નો મુદામાલ કબજે કર્યો છે.