મતદાન પૂર્વે આઠેય બેઠકોના મતદાન મથકો ખાતે હાથ ધરાયેલા મોક પોલમાં તમામ સામગ્રીની ચકાસણી
રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોમાં મતદાન પૂર્વે મોકપોલ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 21 બીયું, 81 સીયું અને 26 વિવિપેટ ક્ષતિવાળા જણાતા તેને બદલાયા હતા.
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં 2264 જેટલા મતદાન મથકો ઉપર આજે સવારે 6:30 કલાકે મોકપોલ હાથ ધરવામાં આવ્યો હતો.
સવારે 8 વાગ્યે મતદાન શરૂ થાય તે પહેલાં ઇવીએમ અને વિવિપેટ બરાબર રીતે કામ કરે છે કે કેમ તેની ખરાઈ કરવા રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં આ મોકપોલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકોમાં 21 બેલેટ યુનિટ, 81 કંટ્રોલ યુનિટ અને 26 વિવિપેટમાં ટેક્નિકલ એરર આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેને પગલે ત્યાં હાજર ચૂંટણી સ્ટાફ દ્વારા તુરંત જિલ્લા ચૂંટણી તંત્રને આ અંગે રિપોર્ટ કરીને આ બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વિવિપેટને બદલવાની કામગીરી હાથ ધરી હતી.