ભરવાડ શખ્સોએ એક લાખના ત્રણ લાખ માગી ધમકી દેતા યુવાને ઝેર પીધુ: વ્યાજની ધંધાર્થી મહિલાએ બળજબરીથી મકાનનું લખાણ કરાવ્યું: પટેોલ યુવાનની ભીચરીની ખેતીની જમીન આહિર શખ્સે પડાવી લીધી
શહેરમાં વ્યાજના ધંધાર્થીઓને કાયદાનું ભાન કરાવવા પોલીસ દ્વારા લોક દરબાર યોજી વ્યાજના ધંધાર્થીઓને ભીસમાં લીધા છે ત્યારે વધુ ત્રણ વ્યકિતઓએ વ્યાજખોરાના ત્રાસ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પડધરીના રામપર ગામના યુવાન પાસે રાજકોટના બે ભરવાડ શખ્સોએ એક લાખના ત્રણ લાખ વસુલ કરવા કાર પડાવી લીધાની, રૈયા રોડ પર મહિલાએ ત્રણ લાખના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મકાનનું લખાણ કરાવ્યાની અને માલીયાસણના પટેલ યુવાનની ભીચરી ખાતે આવેલી ખેતીની જમીન આહિર શખ્સે પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
પડધરી તાલુકાના રામપર પાટી ગામે રહેતા મનહરભાઇ જીવાભાઇ પરમારે રાજકોટના મુકેશ ઝાપડા અને અશ્વીન ભરવાડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મનહર પરમારે કાર ગીરવે મુકી એક લાખ માસિક પાંચ ટકાના વ્યાજના દરે લીધા હતારૂ.૮૫ હજાર ચુકવી દીધા બાદ કારના કાગળ મારતા તેની પાસે રૂ.૩ લાખની માગણી કરતા તેને હોસ્પિટલ ચોકમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે બંને શખ્સો સામે વ્યાજ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
રૈયા રોડ પર આવેલા શિવપરામાં રહેતી શકિલાબેન શબ્બીરભાઇ કાદરીએ બજરંગવાડી પાસે વાંકાનેર સોસાયટીમાં રહેતી વહીદા કાસમ જુણેજા સામે વ્યાજ અંગેની ફરિયાદ નોંધાવી છે. ચારેક વર્ષ પહેલાં શકિલાબેન કાદરીએ માસિક ૧૨ ટકા વ્યાજના દરે વહિદાબેન જુણેજા પાસેથી લીધા હતા જે પેટે રૂ.૨ લાખ ચુકવી દીધા હોવા છતાં રૂ.૩ લાખની માગણી કરી બળજબરીથી મકાનનું લખાણ કરાવી લીધાનું ફરિયાદમાંજણાવ્યું છે.
માલીયાસણ ગામે રહેતા મૌલિક તળશીભાઇ ભૂતે ભીચરીના વિક્રમ વિભા લાવડીયા પાસેથી રૂ.૩ લાખ માસિક દસ ટકાના વ્યાજના દરે લીધા હતા રકમ ચુકવી દીધી હોવા છતાં વિક્રમ લાવડીયાએ વધુ રૂ.૩૦ લાખની માગણી કરી ભીચરી ગામની ખેતીની ચાર એકર જમીનનું બળજબરીથી સાટ્ટાખત કરાવી લીધાનું ફરિયાદમાં જણાવી પઠાણી ઉઘરાણી કરી માતાના નામની એક એકસની ખેતીનો દસ્તાવેજ કરાવી લીધાનું તેમજ સાટાખતના આધારે કોર્ટમાં કરાર પાલન અંગેનો દાવો દાખલ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. કુવાડવા પોલીસે વિક્રમ લાવડીયાની ધરપકડ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com