આખરી મંઝીલ
સિવિલમાં ચાલતી લાલીયાવાળી અંગે આરોગ્ય વિભાગ, મેનેજમેન્ટ તંત્રે, રાજકીય નેતાઓ અંદરખાને ઝાંખીને જોવું જરૂરી
મેનેજમેન્ટ વિભાગનું સુરસુરીયું, કોન્ટ્રાક્ટ એજન્સીને લીલા લહેર
રાજકોટ સિવિલહોસ્પિટલમાં નાના મોટા રોગોની સારવાર મેળવવા માટે ગરીબ, અમીર અને મધ્યમ વર્ગ માંથી આવતા હોય છે. આ હોસ્પિટલ માં ઘણા દર્દીઓ પગથિયાં ચડતા નજરે પડે છે પરંતુ ટુક સમય માજ બીજા ગેટ માંથી સ્વજનોના સ્ટ્રેચરમાં મૃતદેહ રૂપી બહાર નીકળતા જોવા મળે છે.ગંભીર પ્રકારના દર્દીઓ ગંભીર પ્રકારના રોગોની ઉત્તમ પ્રકારની સારવાર મેળવવા માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોય છે.પરંતુ બાદમાં તેમને સિવિલની સુવિધાનો કડવો અનુભવ થતો હોય છે.ઘણા કિસ્સાઓ માં દર્દીઓ જીવે છે કે મરે છે એવી ખબર પણ પૂછવા કોઈ આવતું નથી.તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાના અભાવે દર્દીઓ ના મોત નિપજ્યા ના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે.
જૂની ઓ.પી.ડી.બિલ્ડિંગમાં દર્દના નિવારણ માટે આવેલ દર્દીનો કાતો દર્દ મટી જાય છે,કાતો દર્દી ખુદ મટી જાય છે. ઘણા કિસ્સાઓ માં અન્ય દર્દીની કફોડી હાલત જોઈને બીજા દર્દીઓને દયા આવી જાય છે.આ દર્દી કાતો સાજો થઇ જાય અથવા તો ઈશ્વર જલ્દી તેને મોત આપીદે તેવી અન્ય દર્દીઓ પ્રાર્થના કરતા હોય છે.બેદર કારિના ઘણા કિસ્સાઓ છાપા માં છપાય જાયછે તો ઘણા કિસ્સાઓ દબાય જાય છે.
ખરેખર સિવિલ હોસ્પિટલની સત્ય અને નરી વાસ્તવિકતાનો પરિચય મેળવવા માટે આરોગ્ય કમિશનર,રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ,આરોગ્ય મંત્રી,ભાજપના નેતાઓ સ્થાનિક આરોગ્ય વિભાગ કે એ.સી.ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ એ હોસ્પિટલના દરેક વોર્ડની મુલાકાત લેવી જરૂરી છે.છેલ્લા ઘણા સમય થી લાઈટ પંખા બંધ હાલતમાં જોવા મળે છે, ઇલેક્ટ્રિકની પેટી ઓ ખુલી જોવા મળે છે,તસ્કરો ના આંટા ફેરા વચ્ચે સિક્યુરિટી ટિમ ઊંઘતી જોવા મળે છે. ફાયર સેફ્ટીના સાધનો ના અભાવે આગ લાગતી જોવા મળે છે.સિવિલના ગેટ પાસેજ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે.દર્દીના સ્વાગત માટે ડાઘીયા કુતરાઓ રાહ જોતા મળતા હોય છે.ડોક્ટરો પણ સસ્ત્ર ક્રિયા માટે હાથમાં હથિયારો લઈ સજ્જ જોવા મળે છે આસાથે જ યમરાજ પણ દર્દીના મોત ની પ્રતીક્ષા કરતો હોય છે.લિફ્ટ સહિત ઘણા બધા ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ હાલતમાં જોવા મળે છે. દર્દીને મળતી સુવિધાઓ હાલ દુવિધા રૂપ બની ગઈ છે.નાતાલની રજા વચ્ચે પણ ઘણા બધા ડોક્ટરોએ ગંભીર પ્રકારના દર્દીઓ ને ઓ.પી.ડી.ની તારીખ આપી દેતા દર્દીઓ રઝળપાટ થયા હતા.
ઈલેક્ટ્રીશ્યન વિભાગના ઠાગા ઠૈયાથી લાઈટ પંખા બંધ!!
જૂની ઓ.પી.ડી.બિલ્ડિંગના ચોથા માળે અને પાંચમા માળે ઘણા લાઈટ પંખા બંધ હાલતમાં નજરે પડ્યા હતા.બહાર ગામ થી આવતા દર્દીઓ પોતાના મોબાઈલ ચાર્જ કરવા માટે સ્વીચબોર્ડની સુવિધા ઉપલ્લભ નથી ઘણા ખરા સ્વિચ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન છે.
ઘણા ખરા પંખાઓ અને ટ્યુબલાઈટ બંધ હાલતમાં જોવા મળી હતી જ્યારે બંધ પંખા ઉપર કબુતરો ઘૂઘવાટ કરતા નજરે પડ્યા હતા.ઇલેક્ટ્રિક વિભાગના ઇન્ચાર્જ હિતેશ ભાઈ મકવાણાંના માર્ગ દર્શન હેઠળ ૮ ઇલેક્ટ્રીસિયન કામ કરે છે.પરંતુ આ લોકોને ક્યારેય સિવિલ હોસ્પિટલના બંધ લાઈટ પંખા કે ઇલેક્ટ્રિકની કામ ગિરી નજરે પડતી નથી માત્ર પગાર લેવા માટે એક થી સાત તારીખમાં સિવિલ કેમ્પસમાં આંટા ફેરા કરતા નજરે પડતા હોય છે.
આ ઇલેક્ટ્રીસિયન નો નિયમ છે કે અરજી મળે તો જ કામ કરવું બાકી નો કરવું.
જીવલેણ લિફ્ટ ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે છે!!
સિવિલ હિસ્પિટલની જૂની ઓ.પી.ડી બિલ્ડિંગમાં દર્દીઓ ને ચોથ,પાંચમા અને છઠા માળે લઈ જવા માટે ૬લિફ્ટની સુવિધા આપવામાં આવી છે પરંતુ આ લિફ્ટની સુવિધા હાલ દર્દીઓ માટે દુવિધા રૂપ બની ગઈ છે.ખખડધજ લિપિમાં ગ્રાઉન્ડ ફ્લોર થી દર્દીને જ્યારે પાંચમા કે છઠા માળે લઈ જવામાં આવે છે ત્યારે સરકારી સુવિધાનો અનુભવ કરી પોતે જીવન મરણ વચ્ચે જોલા ખાતો પોતાની જાતને જુવે છે.લિફ્ટની કોન્ટ્રાકટ એજનસી પહેલેથી જ સિવિલના સતા ધીશો સાથે વાહિવટો માટે પંકાયેલી છે.હાલ છેલ્લા ઘણા સમય થી લિફ્ટનું મેન્ટેનર્સ કરવામાં ન આવતા બે થી ત્રણ લિફ્ટ બંધ હાલત માં જોવા મળે છે.જ્યારે લિફ્ટમાં ઉપર જવા માટે લિફ્ટ મેન સાથે દર્દીના સ્વજનો માથાકૂટ પણ કરતા હોવાના દ્રષ્યો નજરે પડતા હોય છે.એક લિફ્ટમાં દસ થઈ પંદર લોકો અવન જવન કરતા હોય છે.ગમે ત્યારે અકસ્માતે આ લિફ્ટ તૂટીને પડે ત્યારે દસ થી પંદર લોકોના મોત થવા ની મોટી દુઘટના સર્જાઈ શકે છે.તો આ દુર્ઘટના માટે જવાબદાર કોણ રહેશે.
સિવિલ હોસ્પિટલનું ટ્રોમા કેર સેન્ટર મિનિ પ્રાણી સંગ્રહાલય!!
ટ્રોમાં કેર સેન્ટરની બહાર દર્દીઓ ને કરડવા માટે હર હમેશ ડાઘીયા કુતરાઓ તત્પર બનીને બેઠા હોય છે.દર્દનું નિવારણ કરવામાટે આવેલ દર્દી ડાઘીયા કૂતરા એ બટકું ભર્યા બાદ વધુ એક દર્દ લઈ પોતાના ઘરે પરત ફરે છે.ઘણી વખત વોર્ડમાં દાખલ થનાર દર્દીની છાતી પર બિલાડી આવી ચડી મિયાઉ..મિયાઉ.. કરતી જોવા મળે છે.
રાત્રે કારફ્યુના માહોલ વચ્ચે ડાઘીયા કુતરાના અવાજ અને બિલાડીના મિયાઉ..મિયાઉ..થઈ તથા કબૂતરને ઘુ..ઘુ..ઘુ..થી ટ્રોમાં સેન્ટ મીની પ્રાણી સંગ્રહાલય હોઈ તેવો દર્દી ને આભાસ થાય છે.
સિવિલમાં તસ્કરોના ધામા, સિક્યુરિટીની ઓફિસ બંધ…
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરોજ અમીર, ગરીબ,અને મધ્યમ પરિવારના લોકો જુદા જુદા પરિવાર ના લોકો સારવાર લેવા માટે આવતા હોય છે.જેમાં અમીર પરિવરના લોકો હીરા ઝવેરાત મોબાઈલ પર્સ સહિતની કિંમતી વસ્તુઓ પથારી પાસે રાખીને સુતા હોઈ છે ત્યારે વહેલી સવારે ડોકટરના સ્વાંગમાં નીકળેલી તસ્કર ટોળકી અમીર અને ગરીબ નો મત ભેદ કર્યા વગર કિંમતી ચીજ વસ્તુઓ ની ચોરી કરી પલાયન થઈ જતા હોય છે.દર્દીઓ નિંદ્રા માંથી ઊઠ્યા બાદ ચોરી થતા ની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ચોકી અને સિકયુરિટી ઓફિસે દોડી જતા હોય છે પરંતુ ભોગ બનનાર દર્દી ને આશ્વાસન આપી ચોરી થયા ની અરજી લેવા માં આવે છે, કાતો અમે તાપસ કરીશુ અથવા તમે પોલીસ માં ફરિયાદ કરી કહી ગોળ ગોળ જવાબો આપવામાં આવે છે. ઘણા કિસ્સા ઓ માં દર્દી મરી ગયા પછી પણ દુનિયાનું છેલ્લું ઓઢળેલું કફન પણ ચોર ચોરી જતા હોય છે.ઘણા કિસ્સા ઓ માં નમાલી સિક્યુરિટી ની ટીમ માત્ર તમાશો જોવે છે જ્યારે સિક્યુરિટી ના સેના પતિ સમાન કોન્ટ્રકટર ગિરિરાજસિંહ રાઠોડ અને એમ.જે.સોલંકી અને સંજયભાઈ ગોવસ્વામીની ટિમ માત્ર ’ વહીવટી કાર્યોમાં ’જ રસ દાખવતી હોવાથી દર્દીઓમાં રોશ ભભૂકી ઉઠ્યો છે.આ સુક્યુરિટી એજનસીને આરોગ્ય વિભાગ દ્વારા બ્લેકલીસ્ટ જાહેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.