માંડા ડુંગર વિસ્તારમાં મહિલાને ભત્રીજાએ મારમાર્યો
શહેરમાં મારામારીના બે બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં બજરંગવાડી વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં રહેતા વૃદ્ધાને પુત્ર અને પુત્રવધુએ લાકડી વડે માર માર્યો હતો. વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજા બનાવમાં માંદા ડુંગર વિસ્તારમાં મહિલા અને તેના ભત્રીજાએ નજીવી બાબતે બાબતે ઝઘડો કરી માર મારતા મામલો પોલીસે સ્ટેશને પહોંચ્યો છે.
મળતી વિગત મુજબ રાજીવનગરમાં રહેતા હલીમાબેન મહમદભાઈ સમા નામના 60 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે પુત્ર કાદર અને પુત્રવધુ શહેનાઝએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં પુત્રવધુ શહેનાઝ ઘરેથી નીકળી ગઈ હતી જેથી પુત્ર કાદરે મારી પત્ની તારા કારણે ઘરેથી નીકળી ગઈ છે તેમ કહી માતા હાલીમાબેન સમાને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલી પીઠડઆઈ સોસાયટીમાં રહેતી દક્ષાબેન મુકેશભાઈ ડાભી નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ભત્રીજા પ્રદીપે ઝઘડો કરી માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે તેને ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે