દારૂ પી માથાકૂટ કરતા અને અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાથી પ્રૌઢની હત્યા કર્યાની કબૂલાત
રાજકોટમાં કોઠારિયા રોડ પરના મારૂતિનગરમાં મહિલા સાથે મૈત્રી કરારથી રહેતા પ્રૌઢને તેની જ પ્રેમિકાએ કેરોસીન છાંટી આગ ચાંપી સળગાવી દઈને મોતને ઘાટ ઉતારી નાખ્યા ઘટસ્ફોટ થતાં પોલીસે સ્ત્રી મિત્રની ધરપકડ કરી છે મહિલાએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી છે.
ત્રણ શખ્સો બાંધી સળગાવી દીધાની સ્ટોરી ઊભી કરી હતી
પ્રવૃત્તિ મૃતક દારૂ પી તેની સાથે માથાકૂટ કરતો અને અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ ધરાવતો હોવાથી અંતે કંટાળી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. ઉલ્લેખનીય છે કે ઘટના છતાં પ્રથમ ત્રણ શખ્સોએ આવી પાછળ ને સળગાવી દીધાની ખોટી સ્ટોરી ઊભી કરી હતી પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં જ બનાવ પરથી પડદો ઉચકી મહિલાની ધરપકડ કરી છે.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ મારૂતિનગરમાં રહેતા રાકેશભાઇ નવિનચંદ્ર અધિયારૂ (ઉ.વ.48)ના ઘરમાં સાંજે ત્રણ અજાણ્યા શખ્સોએ ઘૂસી નિંદ્રાધીન રાકેશભાઇને સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધાની જાહેરાત થતાં ભક્તિનગર પોલીસ અને ક્રાઇમબ્રાંચની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સળગેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાકેશ અધિયારૂના અગાઉ લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેને સંતાનમાં બે પુત્રની પ્રાપ્તી થઇ હતી.
2006માં ખાખરા બનાવવાના કારખાનામાં રાકેશનો પરિચય આશા નાનજી ચોહાણ નામની મહિલા સાથે થયો હતો અને બંને લીવ ઇનમાં સાથે રહેવા લાગ્યા હતા તે બંનેની સાથે રાકેશનો એક પુત્ર પણ રહેતો હતો. દારૂનો નશો કરવાની કૂટેવ ધરાવતો રાકેશ અવારનવાર ઘરમાં માથાકૂટ કરતો હતો અને આશા તથા તેના પુત્રને મારકૂટ કરતો હતો.
ગઈકાલે બપોરે રાકેશ નશાની હાલતમાં પોતાના ઘરે આવ્યો હતો અને આશા તથા પોતાના પુત્ર સાથે બોલાચાલી કરી હતી, રોજીંદા ત્રાસથી કંટાળેલા પ્રેમિકા આશાએ રાકેશની હત્યાનો કરવાનું નનકી કર્યું હતું ઘરનું બારણું અંદરથી બંધ કરી રાકેશ સૂતો હતો ત્યારે તેના પર પ્રેમિકાએ કેરોસીન છાંટી આગ ચાપી તેને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતાર્યો હતો.હત્યાના ગુનામાંથી બચવા માટે આશાએ ખોટી સ્ટોરી ઊભી કરી હતી જેમાં આધેડને ઘરમાં ઘૂસી કોઇ ત્રણ અજાણ્યા શખ્સો સળગાવીગયાની વાત ઊભી કરી હતી.
પરંતુ પોલીસને શંકા જતા તેને પ્રેમિકા આશાની પૂછતાછ કરતા તેનો ભાંડો પોલીસે ગણતરીની મિનિટોમાં ફોડી નાખ્યો હતો. જેમાં તેને કબૂલાત આપી હતી કે રાકેશને અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ હોવાથી અને દારૂ પી ઝગડા કરતો હોવાથી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો જેથી પોલીસે આશા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.