લાલપરીની ખાણમાંથી મળેલા મૃતદેહને હત્યાની આશંકાએ ફોરેન્સીક પી.એમ. કરાશે
અબતક,રાજકોટ
રાજકોટમાં જૂના માર્કેટીંગ યાર્ડ નજીક રહેતા યુવાનની ગઈકાલ સાંજના સમયે લાલપરીની ખાણમાથી મૃતદેહ મળી આવતા ચક્ચાર મચીજવા પામી છે. બી ડીવીઝન પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું ખૂલ્યું હતુ પરંતુ પરિવારજનોએ હત્યાની આશંકાએ ફોરેન્સીક પીએમ જણાવતા ચોકકસ કારણ ત્યારબાદ બહાર આવશે. હાલ પિતાએ દારૂ પીવા અંગે ઠપકો દેતા આપઘાત કર્યાનું પોલીસનું તારણ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર જૂના માર્કેટીંગ યાર્ડ નજીક ભગીરથ સોસાયટી 1માં રહેતા રોહીત રામજીભાઈ મુંધવા નામના 21 વર્ષનાં યુવાનનો મૃતદેહ લાલપરીની ખાણમાંથી મળતા બી.ડીવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે રોહીત બે દિવસ પહેલા દારૂ પી ઘરે ગયો હતો અને તે વાત પર તેના પીતાએ ઠપકો આપ્યો હતો. જેથી ગઈકાલ સવારે રોહીત ઘરેથી નીકળી ગયો હતો અને બાદ બેડી યાર્ડ પાસે હોટલ કે જયાં તેની બેઠક હતી ત્યાં બેઠો હતો અને તેને મીત્રને હુ આપઘાત કરવા જઉ છું તેવું કહી નીકળી ગયો હતો જેથીતેના મિત્રએ આ અંગે તેના પિતાને જાણ કરી હતી પરંતુ ઠપકો આપતા આવુ બોલી રહ્યો હશે તેવું માની લીધુ હતુ બાદ તેનો મૃતદેંહ લાલપરીની ખાણમાંથી મળતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. પરિવારને હત્યા અંગે આશંકા હોવાથી મૃતદેહનું ફોરેન્સીક પી.એમ. કરવાનો નિર્ણય લીધો હતો. જેથી તેના રીપોર્ટ બાદ મોતનું ચોકકસ કારણ સ્પષ્ટ થશે.