ત્રણ ગુના કર્યાની કર્યાની કબૂલાત : 14 એટીએમ,બાઈક મળી રૂ. 70,000 મુદ્દામાલ કબ્જે
રાજકોટમાં કોલસા વાડી વિસ્તારમાં એસબીઆઈના એટીએમમાં ગઈ કાલે એક ગઠિયાએ વૃદ્ધ મહિલાની મદદ મદદ કરવાના બહાને તેનું ફળિં બદલાવી રૂપિયા 40000 તેના ખાતા માંથી ઉપાડી લઈ ફરાર થયો હતો જે વૃદ્ધાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં પરપ્રાંતીય આરોપીની મોરબી રોડ નજીક છે ધરપકડ કરી છે પોલીસ પૂછતાછમાં ગઠિયાએ ત્રણ ગુના આચર્યા હોવાની કબુલાત આપી હતી પોલીસે તેની પાસેથી 4 એટીએમ કાર્ડ અને બાઇક મળી કુલ રૂપિયા 70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેરમાં સાયબર ફ્રોડના વધી રહેલા ત્યારે વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં રેલનગર વિસ્તારમાં રહેતા દિવ્યજ્યોતિબેન રાવલ નામના વૃદ્ધા જંક્શન વિસ્તારમાં આવેલા એટીએમ સેન્ટરમાં બેંકના ખાતામાં જમા થયેલી પિતાના પેન્શનની રકમ ઉપાડવા ગયા હતા. આ સમયે એક શખ્સ પૈસા ઉપાડી દેવાનું કહી વૃદ્ધાની નજર ચૂકવી તેનું કાર્ડ બદલાવી નાંખ્યું હતું. બાદમાં પૈસા ઉપડતા નથી તેમ કહી તે ત્યાંથી જતો રહ્યો હતો. ત્યાર બાદ વૃદ્ધા બાજુમાં જ આવેલી બેંકમાં પાસબુક એન્ટ્રી કરાવવા જતા માતાના ખાતામાંથી રૂ.40 હજાર ઉપડી ગયાનું જાણવા મળ્યું હતું.
જ્યારે કાર્ડ તપાસતા એટીએમ કાર્ડ કથીરિયા પાર્થના નામનું જોવા મળ્યું હતું. વૃદ્ધા સાથે છેતરપિંડી થતા તેને પ્રદ્યુમ્નનગર પોલીસમથક દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને પગલે પોલીસે સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વૃદ્ધાને છેતરી ગયેલો શખ્સ શારદાબાગ પાસેના એટીએમ પાસે આવ્યો હોવાની માહિતી મળતા તુરંત ત્યાં દોડી જઇ ઠગને દબોચી લીધો હતો.
પૂછપરછ કરતા તે મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ મોરબી રોડ પર રહીને મજૂરીકામ કરતો દીપકસિંહ સંતોષસિંહ સેંગર હોવાનું જણાવ્યું હતું. તેની તલાશી લેતા તેની પાસેથી રોકડા રૂ.40 હજાર પણ મળી આવ્યા હતા. વૃદ્ધાના ખાતામાંથી રૂપિયા તેને ઉપાડ્યાની કબૂલાત આપ્યા બાદ દીપકસિંહની આકરી પૂછપરછ કરી હતી. જેમાં તેને ત્રણ મહિનામાં વિરાણી ચોક પાસે અને માલવિયા ફાયર બ્રિગેડ પાસે બે વૃદ્ધ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી તેના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધાની કબૂલાત આપી હતી.પોલીસે દીપકસિંહ પાસેથી જુદી જુદી બેંકના કુલ 14 એટીએમ કાર્ડ અને બાઈક મળી કુલ રૂ.70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.