કોઠારિયા રોડ પર આવેલા ગુલાબનગરના 55 વર્ષના વિકૃત ઠગાએ ત્રણ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચતા ફુલ જેવી બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. હેવાનિયતની હદ વળોટનાર ઢગાને સોસાયટીના રહીશોએ લમધરી પોલીસ હવાલે કરતા આજી ડેમ પોલીસે વિકૃત શખ્સને કાયદાનું ભાન કરાવ્યું છે.
પાંચ સંતાનના પિતાએ નમકીનનું પેકેટ આપવાનું કહી રૂમમાં પુરી બળાત્કાર ગુજાર્યો
સોસાયટીના રહીશોએ બિહારી શખ્સને લમધારી પોલીસ હવાલે કર્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉતર પ્રદેશના વતની અને આઠેક વર્ષથી ભાડાના મકાનમાં રહેતા બિહારના પરિવારની ત્રણ વર્ષની બાળકીને પાડોસમાં રહેતા મુળ બિહારી રામચંદ્ર પાસવાને હવસનો શિકાર બનાવ્યાનું પ્રકાશમાં આવતા વિકૃત ઢગા પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે.
બિહારી પરિવારની ત્રણ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે રામચંદ્ર પાસવાને નકમકી આપવાનું કહી પોતાના ઘરે લઇ ગયા બાદ રુમ બંધ કરી બાળકી પર દુષ્કર્મ આચરતા બાળકી રડતી રડતી પતાની માતાને સમગ્ર ઘટનાની વાત કરી હતી. લોહી લુહાણ બનેલી બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.
ત્રણ પુત્રી અને બે પુત્રના પિતા રામચંદ્ર પાસવાનને લતાવાસીઓએ ઝડપી આજી ડેમ પોલીસને સોપતા તેની આકરી પૂછપરછ કરી શાન ઠેકાણે લાવી હતી. રામચંદ્ર પાસવાન 55 વર્ષનો છે. અને તેના પાંચ સંતાન પૈકી એક પુત્રીના લગ્ન થઇ ગયાનું અને રામચંદ્ર પાસવાન છુટક કટલેરીનું વેચાણ કરતો હોવાનું જાણવા મળે છે.