શહેરના રણછોડનગર સદગુરુનગર શેરી નં.૪ માં રહેતી રજપુત પરિણીતાનું બે દિવસ પહેલા રહસ્યમય રીતે બેભાન હાલતમાં થયેલા મોત અંગે ફોરેન્સીક નિષ્ણાંત દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં ગળુ દાબવાના કારણે મોત થયાના અભિપ્રાય આપતા પોલીસે મૃતકના પતિ સામ જ હત્યાનો ગુનો નોંધી હત્યા શા માટે કરી તે અંગે તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સદગુરુનગર-૪ માં રહેતી વર્ષાબેન વાઢેર નામની૩૫ વર્ષની રજપુત પરિણીતાની હત્યા અંગે રૈયા રોડ પર આલાપગ્રીન સીટીમાં રહેતા વિજયભાઇ મુળુભાઇ ચૌહાણે વર્ષાબેનના પતિ અશોકભાઇ જેસીંગભાઇ વાઢેર સામે હત્યાની ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે. ફર્નાડીઝે તપાસ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક વર્ષાબેન અને પતિ અશોકભાઇ બે દિવસ પહેલા પોતાના બેડરુમમાં હતા ત્યારે પતિ અશોકે નીચે આવી પોતાના ભાભી હેતલબેનને વષાબેનની તબીયત ઠીકના હોય માટે સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

મોતનું કારણ રહસ્યમય લાગતા બી ડીવીઝન પોલીસને મૃતદેહને મેડીકલ કોલેજ ખાતે ફોરેન્સીક પોર્સ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ફોરેન્સીક પોસ્ટ મોર્ટમના અહેવાલમાં વર્ષાબેનનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાનું જાણવા મળ્યું હતું.

પોલીસ દ્વારા અશોકભાઇની પુછપરછ કરતા પોતે ગભરાઇ ગયા હોય અને વર્ષાબેનનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું હતું બી ડીવીઝન પોલીસ સ્ટાફે અશોકભાઇની વધુ પુછપરછ કરી વર્ષાબેનની હત્યા શા માટે કરી ? કેવી રીતે કરી? જેવા પ્રશ્ર્નો સાથે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.