- પરિવાર સાથે ભગુડા,બગદાણા અને ઊંચા કોટડા દર્શન કરવા જતા બંધ રહેલા મકાનમાં તસ્કરોએ કર્યો હાથફેરો
- સોશિયલ મીડિયામાં રાત્રિ રોકાણની પોસ્ટ મૂકતા શાતિર ચોરી કળા કરી ગયા : જાણભેદુ હોવાની શંકા
રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગઈ હોય તેમ વધુ એક વખત તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.જેમાં શહેરમાં ગોપાલ પાર્કમાં રહેતા નિવૃત આર્મીમેનના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 3.32 લાખની મતા પર હાથફેરો કરી ગયા હતા. આર્મીમેન માતાજીના મઢ બનાવવા માટે સમાજ પાસેથી પૈસા એકઠા કર્યા હતા જે રોકડ જ તસ્કરો ઉઠાવી ગયા છે. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસે ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
શહેરના ગોપાલ પાર્કમાં રહેતા કલ્પેશભાઈ વિરાભાઈ લોખીલએ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2021ની સાલમાં ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત થયો છું ગઈકાલે સવારે ઘર બંધ કરી પરિવાર સાથે રાજુલા, બગદાણા, ઉંચા કોટડા ફરવા ગયો હતો.બાદ સવારે સાડા દસે પરત આવીને જોતા દીવાલ અને સેન્ટર લોક તૂટેલું અને ઘરવકરી વેરવિખેર જોવા મળી હતી તપાસ કરતા રોકડા 2.30 લાખ, ચાંદીના બે સાંકળા, એક કંદોરો, બે કડલા, એક લક્કી, સોનાના દાગીના બે બુટ્ટી, ત્રણ દાણા, બે ઓમકાર, બે ચેઈન, એક એટીએમ, બે પાસબુક, ચાર ચેકબુક, ત્રણ કાંડા ઘડિયાળ, કપડા અને કેન્ટીનમાંથી લીધેલો સામાન ગાયબ હોય 3.32 લાખની ચોરી થયાનું જાણવા મળ્યું હતું
જ્યારે વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે એ વૃદ્ધ આર્મીને ખેતીવાડી કરવા માટે લાખ રૂપિયા લોન લીધી હતી અને જ્યારે બીજા રૂપિયા માતાજીનો મઢ બનાવવા માટે સમાજ પાસેથી એકત્ર કર્યા હતા તે જ રોકડ રૂપિયા તસ્કરો ઉઠાવી ગયા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ફરવા માટે ગયા ત્યારે રાત્રિ રોકાણ માટે નું નક્કી કર્યું ન હતો પરંતુ રાત્રિના મોડું થઈ જતા રાત્રી રોકાણ કર્યું હતું કે ની પોસ્ટ તેને સોશિયલ મીડિયામાં મૂકી હતી ત્યારે આ સાથે ચોરોએ આ પોસ્ટ જોઈ એ રાત્રે જ તેના મકાનમાં તાળા તોડી હાથફેરો કરી ગયા હતા જેથી હાલ હોય ઝડપે જ ચોરીમાં સામેલ હોય તેવું જણાતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે