માધાપર ચોકડીથી બેડી ચોકડી જતા યુવાનનો મોબાઈલ અને રોકડ લુંટવાનો પ્રયાસ : બંને યુવાને રિક્ષાચાલકને ઝડપી પોલીસ હવાલે કર્યો
રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેમ વધુ એક વખત લુંટનો પ્રયાસ સામે આવ્યો છે. માધાપર ચોકડી થી મુસાફરને સારી રિક્ષાચાલકે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મુસાફરને લુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવાનો ફોન તેના ભાઈ સાથે ચાલુ હોવાથી તેનો ભાઈ ત્યાં આવી જતા બંને યુવાનોએ રીક્ષા ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ મોરબી રોડ પર આવેલ બ્રહ્માણી પાર્કમાં રહેતા જીગ્નેશ ભાઈ મહેશભાઈ નંદા નામના યુવાન ગઈકાલ રાત્રીના સમયે જામનગર થી વ્યવહારિક કામ પતાવી રાજકોટ રાત્રિના આવ્યો હતો ત્યારે તેને માધાપર.ચોકડી ઉતરી પોતાના ઘર જવા માટે રિક્ષા કરી હતી ત્યારે લષ.23.ૂ.0293 નંબરના રીક્ષા ચાલકે તેને બેસાડી જઈ રસ્તા ઉપર રીક્ષા ઉભી રાખે યુવાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન ચૂપચાપ બેસી જાતા તેને તેના ખીચામાં હાથ નાખી મોબાઈલ અને રોકડ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુસાફર યુવાનનો ફોન તેના ભાઈ નીતિન સાથે ચાલુ હોવાથી તેનો ભાઈ ત્યાં તુરંત જ દોડી આવ્યો હતો.
યુવાનોએ જીવના જોખમે રિક્ષાચાલક અને ધક્કો મારી બચવાનો પ્રયાસ કર્યો હતો. બંને ભાઈઓએ જીવના જોખમે રીક્ષા ચાલકને પકડી પાડી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
બનાવ અંગેની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા પીએસઆઈ એચ. વી. સોમયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યારે રિક્ષાચાલકની તપાસ કરતાં તેના આધાર કાર્ડ થી તેનું નામ સુનીલ ધીરજ ડાભી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે