ત્રણ માસના પ્રેમના વહેમાં તરૂણીનું શિયળ લૂંટાયું
ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરથી રિક્ષામાં પ્રેમીને મળવા કુવાડવા રોડ પર જતા પ્રેમીએ ગાંધીગ્રામમાં મામાના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું
ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી તરૂણીને માતાએ ઠપકો દેતા રિસાઇને પ્રેમી પાસે ચાલી ગયેલી તરૂણી પર પ્રેમીએ દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારના ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી તરૂણીને તેની માતાએ ઠપકો દેતા રિસાઇને ગત તા.૪ના સાંજના પાંચ વાગે ઘરેથી નીકળી ગઇ હતી. તરૂણી રિક્ષામાં બેસી કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે જઇ પોતાના પ્રેમી વીકી અનિલ કોળીને મળી તે બાઇક પર ગાંધીગ્રામના એસકે ચોકમાં રહેતા મામાના ઘરે તરૂણીને લાવ્યો હતો ત્યાં બંને રાત્રે રોકાયા ત્યારે વીકીએ બળાત્કાર ગુજાર્યા બાદ તેણીના ઘરે મુકવા ગયો હતો પરંતુ તરૂણીને પોતાની માતા ફરી ઠપકો દેશે તેવા ડરના કારણે રામનાથપરામાં મહાદેવ મંદિરે ગઇ હતી અને ત્યાથી રેસકોર્ષ આવ્યા બાદ પોતાની માતાને ફોન કરી જાણ કરતા તેઓ રેસકોર્ષ દોડી ગયા ત્યારે તરૂણીને ચક્કર આવતા હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વીકી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા વીકી અનિલ કોળી ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા આશાબેનના ઘરે આવતો ત્રણેક માસ પહેલાં તરૂણી વીકીના પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. તરૂણીના પ્રેમ સંબંધની માતાને જાણ થતા ઠપકો દેતા પ્રેમી પાસે ભાગીને જતી રહેલી તરૂણી એક દિવસ પ્રેમી સાથે ગાંધીગ્રામના એસકે ચોકમાં રહ્યા બાદ પ્રેમી છોડીને જતો રહેતા બીજી રાત રેસકોર્ષમાં સુતી રહ્યા બાદ તા.૬ના રોજ પોતાના પરિવારને જાણ કરી ત્યારે તરૂણીએ ત્રણ માસના પ્રેમના વહેમમાં સર્વસ્વ લૂંટાઇ ગયું હતું.