ચાર શખ્સોએ છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની આપી ધમકી

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ મારામારીના અનેક બનાવો પોલીસ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં એસટી વર્કશોપ પાછળ આવેલ આંબેડકર નગરમાં રહેતા વૃદ્ધાએ તેના શેરીમાં રહેતા ચાર શખ્સોને યુવતીની છેડતી કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેનો ખાર રાખી ચાર શખસોએ તેના પર અને દંપતી પર છરી અને લોખંડના પાઇપ પડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેને માલવિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ રાજકોટમાં ગોંડલ રોડ આંબેડકરનગર-16માં રહેતા રાહુલ બાબુભાઇ ચૌહાણ, તેની પત્ની મનિષા અને પિતા બાબુભાઇ પર પાડોશમાં રહેતા પાર્થ ગોહિલ, પાયલ ગોહિલ, કૌટુંબિક ભત્રીજો સૂરજ ચૌહાણ અને હિતેશ સોલંકીએ પાઇપ, છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઇજાગ્રસ્ત રાહુલે નોંધાવેલી ફરિયાદ મુજબ, બે દિવસ પહેલાં પાર્થ અને અન્ય આરોપીઓએ સોસાયટીમાં રહેતી છોકરીની છેડતી કરી ચેનચાળા કરતા હોય માતાએ બધાને ઠપકો આપ્યો હતો.જેનો ખાર રાખી રવિવારે રાતે સૂરજ, પાર્થે પોતાને ઘરેથી બહાર બોલાવી ઝઘડો કર્યો હતો. આ સમયે પાર્થે બોલ તારે હવે શું કરવું છે, મારા ઉપર સાડત્રીસ ગુના દાખલ થયા છેની વાત કરી ગાળો ભાંડી હતી. ગાળો દેવાની ના પાડતા તૈયારી સાથે આવેલા પાર્થ, પાયલ સહિતનાઓ પાઇપ, છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં પત્ની અને પિતાને છરીના ઘા ઝીંક્યા હતા. જ્યારે પોતાને પાઇપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.