સવારે ૧૦ થી ૧૨ ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે ૧ થી ૨ જીવ વિજ્ઞાન અને બપોરે ૩ થી ૪ ગણિતનું પેપર લેવાશે

ધો.૧૨ સાયન્સ બાદ એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષાનો આગામી ૨૬મી એપ્રીલથી પ્રારંભ થનાર છે. જેમાં રાજકોટમાં ૯૯૬૭ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપનાર છે. તેમાં સવારે ૧૦ થી ૧૨ ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે ૧ થી ૨ જીવ વિજ્ઞાન અને બપોરે ૩ થી ૪ ગણિતનું પેપર લેવાશે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી ૨૬મી એપ્રીલે રાજકોટમાં ગુજકેટની પરીક્ષા લેવાનાર છે. જેમાં ૪૮ બિલ્ડીંગ પરનાં ૫૦૧ બ્લોક પરથી ૯૯૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સવારે ૧૦ થી ૧૨ ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે ૧ થી ૨ જીવ વિજ્ઞાન અને બપોરે ૩ થી ૪ ગણિતનું પેપર લેવાશે. કરણસિંહજી હાઈસ્કુલ ખાતે કંટ્રોલ‚મ રહેશે. ગુજકેટની પરીક્ષાને લઈને ઝોનલ અધિકારી તરીકે વિપુલ મહેતાની નિમણુક કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એન્જીનીયરીંગ, ફાર્મસી અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા ૨૬મી એપ્રીલે લેવાઈ રહી છે. એન્જીનીયરીંગમાં પ્રવેશ થવાં ઈચ્છતા વિદ્યાર્થીઓના ગણિતનું જયારે વેટરનીટી સાયન્સ અને એગ્રીકલ્ચરના છાત્રોને જીવ વિજ્ઞાનનું પેપર આપવાનું રહેશે અને ફાર્મસીમાં પ્રવેશવા માંગતા વિદ્યાર્થીઓએ ગણિત અથવા જીવ વિજ્ઞાનમાંથી કોઈ પણ એક પેપર આપી શકાશે. ગુજકેટની પરીક્ષાને લઈને કેન્દ્રો પર સીસીટીવીથી વિદ્યાર્થીઓ પર નિગરાણી રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.