ચાંદીનું ટ્રેડિંગ કરતા પિતા-પુત્રએ વેપારી પાસેથી ૨૯૦ કિલો ચાંદી લઈ જઈ બૂચ મારી દેતા બી ડિવિઝન પોલીસમાં નોંધાતો ગુનો
રાજકોટમાં સોની બજારમાં વેપારીઓ દ્વારા અન્ય વેપારી પાસેથી સોનું અને ચાંદી મેળવી ઓળવી જવાના બનાવો હવે સામાન્ય બની ગયા છે. ત્યારે સોની બજારમાં પેઢી ધરાવતા પિતા – પુત્ર દ્વારા અંદાજે ૧૭ વેપારીઓની રૂા.૨.૨૮ કરોડની કિંમતની આશરે ૨૯૦ કિલો ચાંદી ઓળવી ગયાની બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ ચકચાર મચી જવા પામી છે.બંને પિતા પુત્રએ સોની વેપારીઓને વિશ્વાસમાં લઈ તેમનું સોનું મેળવી રૂપિયા કે સોનું પરત ન કરી ફરાર થઈ જતાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
મળતી માહિતી અનુસાર રણછોડનગર શેરી નં. ૨૩માં રહેતા અને ઘર પાસે જ વર્ષા ઓર્નામેન્ટ નામે ચાંદીની પેઢી ધરાવતાં રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ ઠાકરશીભાઈ અંટાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ કેતન ઢોલરીયા ઢોલરીયા અને તેના પિતા સુરેશ ચનાભાઈ ઢોલરીયા (રહે. બંને અમૃતપાર્ક શેરી નં.૧, ૫૦ ફૂટનો રોડ) સોની બજારના માંડવી ચોકમાં સી.એસ. જવેલર્સ નામની પેઢી ધરાવે છે. બંને આરોપીઓ ચાંદીનું ટ્રેડિંગ કરતા હોવાથી છેલ્લા ચારેક મહિનાથી તેના સંપર્કમાં આવ્યા હતા. બંને આરોપીઓ ઉપર વિશ્વાસ આવતા ગઈ તા.૨૪-૨-૨૦૨૩થી તા.૪- ૪-૨૦૨૩ સુધીમાં ઉધારીમાં ૨૬.૭૭૪ કિલોગ્રામ ચાંદીના દાગીના ટ્રેડીંગ માટે આપ્યા હતા. અને મજૂરી સહિત તેની કિંમત રૂા.૨૦.૧૯ લાખ થાય છે.
બંને આરોપીઓ આજ સુધી ચાંદીના દાગીના કે તેની રકમ આપી નથી. છેલ્લા ઘણાં સમયથી બંને આરોપીઓનો સંપર્ક કરતા જવાબ આપતા નથી. આરોપી કેતન ઘણાં વેપારીઓ સાથે ચીટીંગ કરી ફરાર થઈ ગયાની માહિતી મળી છે.
બંને આરોપીઓએ તેના સિવાય અલ્પેશ ગણેશભાઈ દેથરિયા (રહે. શક્તિ સોસાયટી)ની એ.બી.એસ. ઓર્નામેન્ટ નામની પેઢીએ આવ્યા હતા અને રૂા. ૪૭.૯૨ લાખની કિંમતના ૧૨૮.૩૪૩ કિલોગ્રામ દાગીના લીધા હતા. સિકયોરીટી પેટે આરોપી કેતને નાગરિક બેન્કનો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થયો હતો.આજ રીતે બંને આરોપીઓ અન્ય વેપારીઓ જેવા કે અલ્પેશ ગોવિંદભાઈ નોંધણવદરા (રહે. ૨૨/૧૦૨ણછોડનગર)ની રૂા.૩.૨૯લાખની, કે.એસ. જવેલર્સધરાવતા યશ પ્રકાશભાઈ સોલંકી (રહે. શ્રીરામ મેઈન રોડ, કાલાવડ રોડ)ની રૂા.૮.૩૦ લાખની, ડી.વી. સીલ્વરના રવિભાઈ પ્રકાશભાઈ ગોદળકા (રહે. પાંજરાપોળ)ની રૂા.૨.૩૭ લાખની, એમ.વી. સીલ્વરના સન્નીભાઈ મહેશભાઈ દેથરિયા (રહે. શક્તિ સોસાયટી)ની રૂા.૮.૮૬ લાખની, જગદિશ જીવરાજભાઈ રાઠોડ (રહે. પંચનાથ પ્લોટ શેરી નં.૧૬)ની રૂા.૧૪.૧૬ લાખની, પાર્થ સીલ્વરના નીલભાઈ મુકેશભાઈમુંગરા (રહે. શીવધાર રેસીડેન્સી, મોરબી રોડ)ની રૂા.૬.૩૨ લાખની, રાજકમલ સીલ્વરના હરેશભાઈ મનસુખભાઈ પરેશાની (રહે. શક્તિ સોસાયટી)ની રૂા.૭.૭૩ લાખની, ભાર્ગવ સીલ્વરના શિવાભાઈ મોહનભાઈ પરેશા (રહે. શ્રી રણછોડનગર શેરી નં.૨)ની રૂા.૨.૪૬ લાખની, ગુરૂકૃપા જવેલર્સના જયભાઈ કિર્તીભાઈ પાટડીયા (રહે. નારાયણનગર મેઈન રોડ)ની રૂા.૨.૬૯ લાખની, હસમુખભાઈ કાનજીભાઈ કાસુંદ્રા (રહે. ગાંધી સ્મૃતી સોસાયટી)ની રૂા.૪૬.૮૯ લાખની, તરૂણભાઈસુરેશભાઈચાવડા (રહે. નારાયણનગર શેરી નં.૧, રીવા રેસીડેન્સી)ની રૂા.૩૧.૭૬ લાખની, વી.પી. સીલ્વરના પ્રવિણભાઈ ખોડાભાઈ તળાવીયા (રહે. બ્રાહ્મણીયાપરા શેરી નં.૪)ની રૂા.૧૦.૫૭ લાખની, જયભવાની ઓર્નામેન્ટના અરવિંદભાઈભંવરલાલપ્રજાપતિ (રહે. ઈસ્ટ લાઈફ બિલ્ડીંગ, પેડક રોડ)ની રૂા.૪.૮૪ લાખની, ચિરાગભાઈ છગભાઈ કાકડીયા (રહે. રણછોડનગર શેરી નં.૨૨/૨૫ કોર્નર)ની રૂા.૨.૯૪ લાખની અને આદિત્યક્રિએશનના આદિત્ય જયેશભાઈ ચારોલીયા (રહે. રણછોડનગર શેરી નં. ૪૧૩)ની રૂા.૬.૮૭ લાખની ચાંદી ઓળવી ગયા છે.જેથી બી ડિવિઝન પોલીસ દ્વારા પિતા પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.