રાજકોટમાં લોક ડાઉનના પગલે સુમસામ બનેલા રસ્તા પર પુરપાટ ઝડપે વાહન લઇ નીકળતા પાંચ સામે કાર્યવાહી: મોરબીમાં ૧૧૦ વાહનો ડીટેઇન કરાયા
વિશ્ર્વભરમાં મહામારી કોરોના એ કહેર વર્તાયો છે ત્યારે દેશમાં ર૧ દિવસનું લોકડાઉન કરાયું છે જેના પગલે લોક ડાઉનને અસરકારક બનાવવા પોલીસ તંત્ર રાત-દિવસનો ખ્યાલ કર્યા વગર ભાગદોડ કરી રહી છે. તેમ છતાં પણ કેટલાક લોકો પરિસ્થિતિની ગંભીરતા સમજયા વગર સરેઆમ લોક ડાઉનના જાહેરનામું ભંગ કરી ઉલ્લધન કરી રહ્યા છે. આવા તત્વો સામે પોલીસે કાયદાનો દંડો ઉગામળે છે.
અને લોક ડાઉન દરમ્યાન જાહેરનામાનો ભંગ કરનાર શખસો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઇકાલે રાજકોટમાં ર૪, મોરબીમાં ૧૨૬ અને જામનગરમાં ૧૧ જાહેરનામા ભંગ બદલ કેસો પોલીસે કર્યા છે.
રાજકોટમાં લોકડાઉન હોવાથી સ્તા સુમસામ હોય ત્યારે પ્રગતિ સોસાયટીમાં રહેતો બાલા વાધા જોગરાણા નામનો શખ્સ પુરપાર ઝડપે બાઇક ચલાવીને નીકળતા પોલીસે અટકાયત કરી છે જયારે અન્ય બનાવમાં નવયુગ પરાનો ઇસ્યાસ ગુલમહશેન પીઠડીયાને રામનાથપરા જુની જેલ પાસેથી, ચુનારાવાડનો સુરેશ રમેશ રાઠોડ ને રામનાથપરા પાસેથી નિર્મલા સ્કુલ પાસે રહેતો અન્ય ભુપત ગૌસ્વામીને ૧પ૦ ફુટ રીંગ રોડ પર રાધેપાન પાસેથી અટકાયત કરી જાહેરનામા ભંગનો કેસ કરવામાં આવ્યો હતો.
જયારે લોકડાઉન હોય છતાં વિના કારણે ઘરની બહાર નીકળતા પેડક રોડ પર કિશન મેશ ઢોલારીયા, કરન ભવાન ડાંગર, હિરેન ગણવંત સોલંકી, ગુજરાત હાઉસીૅગ બોર્ડ મેઇન રોડ પર સાગર ચોક પાસેથી આસીક અમજદ શેખ, માસ્તર સોસાયટી પાસેથી નીલ હસમુખ સોરઠીયા
શૈલેષ ભરત વિરડીયા, જસ્મીન મોહન પીપળીયા, કૃષ્ણનગર મેઇન રોડ પરથી પરીત મહેશ માવાણી, કીરીટ ભગવાનજી કોરડીયા, મહેશ નાનજી માવાણી, નિલેશ ડઢાણીયા, પોપટપરા મેઇન રોડ પરથી હુસેન મુસા ખફી, દેવેન્દ્રસિંહ તેજીભા રાણા, રૈયા ટેલીફોન એકસચેન્જ સર્કલ પાસેથી રતિલાલ છગન અગેચાનીયા દિનેશ કાનજી જોગેલા,જામનગર રોડ પર બજરંગ વાડી પાસેથી હુશેન અમીન ખલીફા, વાવડી પોલીસ ચોકી પાસેથી રાજેશ જીતેન્દ્ર આસોડીયા, જીજ્ઞેશ રમેશ ધનાણી, સુલતાન હારુન જાફરાણી, ઇરફાન ઇસા નોતીયાર, ગીરીશ કોળી ફળદુ, કાલાવડ રોડ પર રાણી ટાવર પાસેથી પિયુષ ગોપાલ પરમાર, સત્ય સાંઇ હોસ્૫િટલ મેઇન રોડથી પપ્પુ રામ ધીયારામ ચૌહાણ, ઓમારામ કર્માજી ચૌહાણ, યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસેથી રાજેશગીરી ભુપતગીરી ગૌસ્વામી, કમલેશ તુલસી સીઆગીયા, સંજય કિશોર જીજરીયા, ભુપેન્દ્ર રતનસીંગ નેપાળી, પંચાયત ચોક પાસેથી કિશન રમેશ સહીત ના રપ થી વધુ શખ્સોની પોલીસે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી છે.
જયારે મોરબીમાં ૧ર૬ જાહેરનામા ભંગ તથા ૧૧૦ વાહન ડીટેઇન કરવા ના કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.
એસ.પી. બલરામ મીણા દ્વારા કડક અમલ કરાવી રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ધોરાજી, જેતપુર સીટી, જેતપુર તાલુકા, ગોંડલ તાલુકા, ગોંડલ સીટી, પડધરી, ઉપલેટા, જામકંડોરણા, પાટણવાવ, જસદણ અને ભાડલા સહીતના ગામોમાં પોલીસે ૪પ શખ્સો સામે જાહેરનામા ભંગ અને ૯૮ વાહનો ડીટેઇન કરી કાર્યવાહી હાથ ધરી છે. જયારે જામનગર એસ.પી. ના આદેશથી જાહેરનામા ભંગ બદલ ૧૧ થી વધુ શખ્સો સામે કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવી છે.