- રાજસમઢીયાળા ગામ જે રાજયનું વિખ્યાત આદર્શ હવે બનશે આદર્શ ઔદ્યોગિક નગરી
રાજકોટ ન્યુઝ
રાજસમઢીયાળા ગામરાજકોટથી આશરે 22 કીમી દૂર આવેલુ છે. જેના માટે એવું કહેવાનું મન થાય કે કુછ દિન તોગુજારો ઈસ ગાંવ મેં, રાજસમઢીયાળામાં આર.કે.ઈન્સ્ટ્રીયલ ઝોનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રથમ તબકકાનું કામ પૂર્ણ થતા આગામી રવિવારે હાસ્ય કલાકાર સાંઈરામ દવે દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ હરદેવસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં તેઓએ જણાવ્યુંં હતુ કે, આજથી બરાબર એક વર્ષ, માત્ર એક વર્ષ પહેલા રાજસમઢીયાળામાં ઔદ્યોગિક વસાહતો વિકસાવવા માટે અમે સમગ્ર રાજકોટના ઉદ્યોગપતિઓને આહવાન આપ્યું હતુ. જેનો ખૂબ સારો પડઘો પડયો છે. આર.કે. ગ્રુપ દ્વારા અહી આર.કે. ઈન્ડ્સ્ટ્રીયલ વર્લ્ડની સ્થાપના થઈ અને અકે જ વર્ષમાં અહીં વિવિધ અનેક ઉત્પાદકીય પ્રવૃત્તિઓ હાથ ધરનારા અનેક ઉદ્યોગપતિઓનાં આ ભૂમીપર પગલા થયા.
આ વિસ્તારમાં ઝીરો ક્રાઈમ રેટ છે. અહીનું જનજીવન શાંત અને સંપીલું છે પ્રાકૃતિક વાતાવરણ છે. જમીનના જળસ્તર ઘણાઉંચા છે. નજીકના ગ્રામ વિસ્તારોમાંથી વ્યાજબી દરે માનવ શ્રમિકોનો મોટો સમુદાય ઉપલબ્ધ છે. ભાવનગર બંદરનો કોમર્શિયલ વિકાસ ટુંક સમયમાં થતા ઉત્પાદિત માલના પરિવહન અને નિકાસ માટે ક્ધટેનરો અહીથી સીધા જ રવાના થઈ શકશે.
ઉપરાંત કાચા માલની આયાત પણ સુગમ થઈ શકશે. રાજકોટના તમામ ઉદ્યોગો કરતા અહીંથી પીપાવાવ પોર્ટ વધુમાં વધુ નજીક છે એટલે એનો પણ લાભ અહીના ઉદ્યોગોને મળશે. અત્યારે રાજકોટ ભાવનગર રોડ જે ફોરે ટ્રેક છે એ આગામી બે ત્રણ વર્ષમાં સિકસ ટ્રેક થવાનો નકકી છે.આર.કે. ગ્રુપ કે જે રાજકોટમાં પોતાના બાંધકામો અને પ્લોટિંગ માટે ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવે છે. એમણે અહીં અમારા મલકમાં ઔદ્યોગિક વસાહતના શ્રીગણેશ કર્યા એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ. આર.કે. ગ્રુપના વડા સર્વાનંદભાઈ સોનવાણીની અનુભવપૂર્ણ દ્રષ્ટિનો અમારા આ પ્રદેશને લાભ મળ્યો છે.
આર.કે. ઈન્ડસ્ટ્રીયલ વર્લ્ડ દ્વારા એની કમ્પાઉન્ડ વોલ તૈયાર થઈ ગઈ છે. અને સમગ્ર કેમ્પસમાં સિમેન્ટ રોડ, ડ્રેનેજ સિસ્ટમ તથા સ્ટ્રીટ લાઈટ સહિત સમગ્ર આંતરમાળકાકીય સવલતો તૈયાર થઈ ગયેલ છે. મહદઅંશે બધા જ પ્લોટ વેચાઈ ગયા છે. એ આર.કે. ગ્રુપની નિષ્ઠા, મહેનત અને વિશ્ર્વાસનીયતાને આભારી છે.
રાજકોટની દરેક દિશામાં સૌથી ઓછા જમીનના ભાવ અહીં છે એટલે ઉદ્યોગોને સ્થાપના ખર્ચ ઓછો લાગે છે. અમદાવાદ-ગોંડલને જોડતો 250 ફૂટનો રોડ હવે ધમધોકાર ચાલુ થઈ ગયો છે, તેથી અમદાવાદ રોડ તરફ અમારી કનેકિટવિટી બહુ સરળ થઈ ગઈ છે. અહી રાજસમઢીયાળામાં અમૂલ ડેરીનો 116 એકરમાં વિશાળ મિલ્ક પ્લાન્ટ આવી રહ્યો છે. એમણે જમીન સંપાદનનું કામ પૂરૂ કર્યું છે. અન્ય એક મોટી ઔદ્યોગિક વસાહત પણ અહી આવી રહી છે.
રાજસમઢીયાળા સમગ્ર ભારતમાં એક આદર્શ ગામ તરીકે સુખ્યાત છે. આ એક સંપૂર્ણ નિવ્યર્સની ગામ છે. આટલા નાના ગામમાં ઓડિટોરીયમ, ક્રિકેટ સ્ટેડિયમ, ડ્રેનેજ તથા અનેકવિધ વ્યવસ્થાઓ છે, જોમાં આદર્શ શાળા, લાયબ્રેરી અને બાળક્રિડાંગણ પણ છે.
રવિવારે અહી સાંઈરામ દવે પધારે છે. તેમનો ચાહક વર્ગ વિશ્ર્વભરમાં છે તેમને સાંભળવા એક લ્હાવો છે. એક વરસમાં અમારા વતનમાં પ્રથમ ઔદ્યોગિક વસાહતનું કામ સંપન્ન થયું એનો આનંદ અભિવ્યકત કરવા માટે અમે આ કાર્યક્રમ અને પછી મિષ્ટભોજનનો કાર્યક્રમ યોજાશે.
અહી 60થી વધુ ઉદ્યોગોના કામ ચાલુ થઈ ગયા છે. જાણીતી ફલાયબર્ડ કંપની તો અહીં વીસ હજાર વારમાં વિવિધ હાર્ડવેર પ્રોડકટનું ઉત્પાદન કરશે. ઉદ્યોગોની મંજુરી માટે નામદાર સરકારના ધારાધોરણો પ્રમાણે અમારી ગ્રામ પંચાયત તરફથી તાત્કાલીક વહીવટીય કામગીરી સંપન્ન કરવામાં આવે છે. તમે સવારે કહો તો અમે સાંજે મંજુરી પહોચાડીએ છીએ. કારણ કે અમારા હૈયે તમને આવકારવાનો ઉમંગ છે.