અબતક,રાજકોટ
શહેરના રૈયાધાર પર રહેતા મુસ્લિમ પિતા-પુત્ર વચ્ચે જામનગર લગ્નમાં સાથે જવાના પ્રશ્ર્ને થયેલા ઝઘડાના કારણે ધોકા ફટકારી પિતાની પુત્રએ કરપીણ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઘવાયેલા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર રહેતા ફિરોજભાઇ હાજીભાઇ તાયાણી નામના 55 વર્ષના પ્રૌઢને તેના જ પુત્ર ઇમારાન તાયાણીએ પાઇપ અને ઇંટથી માર મારી હત્યા કર્યાનું યુનિર્વસિટી પોલીસમાં નોંધાયું છે.
જામનગર ખાતે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ઇમરાન તાયાણી અને તેની પત્ની અંજુમબેનને જામનગર જવાનું હોવાથી પિતા ફિરોજભાઇ તાયાણીએ પણ સાથે જામનગર લગ્ન પ્રસંગમાં જવાનું કહેતા પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ફિરોજભાઇ તાયાણીએ જામનગર સાથે જવાની જીદ કરતા ઉશ્કેરાયેલા પુત્ર ઇમરાન તાયાણીએ પોતાના પિતા ફિરોજભાઇ તાયાણીને પાઇપ ફટકારી દીધા હતા અને ઇંટના છુટા ઘા માર્યા હતા. જ્યારે ફિરોજભાઇ તાયાણીએ પણ પોતાના પુત્ર ઇમરાન તાયાણીને માર માર્યો હતો.
પિતા-પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં બંને ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફિરોજભાઇ તાયાણીનું મોત નીપજ્તા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. યુનિર્વસિટી પોલીસે ઇમરાન તાયાણી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
મૃતક ફિરોજ તાયાણી ભઠ્ઠીના કારખાનામાં કામ કરે છે જ્યારે ઇમરાન તાયાણી રિક્ષા ચલાવે છે. ઇમરાનને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળે છે.
રવિ પાર્કમાં એક સપ્તાહ પહેલાં પૂર્વ પતિ આકાશ મૌર્યએ પોતાની પૂર્વ પત્ની સરિતાની ફાયરિંગ કરી હત્યા કર્યાની ઘટનાની યુનિર્વસિટી પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યાં રૈયાધાર પર પુત્રએ પિતાની હત્યા કર્યાની ઘટના નોંધાઇ છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…