યુનિવર્સિટી પોલીસે સામ – સામે છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

શહેરમાં દિન પ્રતિદિન મારામારીના બનાવો એકા એક વધી રહ્યા છે.તેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં

રૈયાધાર ઇન્દિરાનગર મફતિયાપરામાં રહેતા બે પાડોશીઓ વચ્ચે જૂના મનદુ:ખ ના પ્રશ્ન મારામારીની ઘટના બની હતી જેમાં બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતા પોલીસ કાફલો હોસ્પિટલને દોડી ગયો હતો અને બંને પક્ષોની ફરિયાદ પરથી છ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.

અંગે પ્રથમ ફરિયાદની વિગતો અનુસાર મફતીયા પરામાં રહેતા ચંદ્રેશભાઇ દિલીપભાઈ પરમાર એ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં પંકજ વિનુ સોલંકી,મનીષ બીઝલ ભોણીયા અને લાલા બીઝલ ભોળીયા નું નામ આપ્યા હતા. જેમાં તેને જણાવ્યું હતું કે તેઓને આરોપીઓ સાથે અગાઉ ઝઘડો થયો હતો તે બાબતે આરોપીઓએ ખાર રાખી ગઈકાલે તેના પર છરી વડે હુમલો કરી ટીકા પાટુનો માર્યો હતો તેમ જ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા મારામારીની ઘટનામાં ચંદ્રેશભાઇ ને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી પોલીસે તેમની ફરિયાદ પરથી ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ફરિયાદમાં ફરિયાદી પંકજભાઈ ઉર્ફે પંકેશ વિનુભાઈ સોલંકીએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં યશ ઉર્ફે હાંડો પરેશ ડાભી, ધમા પરેશ ડાભી અને પતલોના નામ આપ્યા હતા જેમાં તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓએ પંકજભાઈ ના બાપુજી સાથે અગાઉ મારામારી થઈ હતી જે મુદ્દે ખાર રાખી ગઈકાલે તેઓએ પંકજભાઈ ઉપર લાકડી વડે હુમલો કરતા તેઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી પોલીસે પંકજભાઈ ની ફરિયાદ પરથી ત્રણ સામે ગુનો નોધિકારી તપાસ શરૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.