• પહેલાના વેકેશનમાં મામાના ઘેરે રોકાવાનું, ધમાલ ને મસ્તી :સ્કીલ ડેવલોપમેન્ટ અને એક્ટિવિટી ક્લાસીસ તરફની દોડ

શાળાના જીવનને યાદ કરતા બાળકો માટે ઉનાળાના વેકેશનનું ખૂબ મહત્વ છે. બાળકો આખું વર્ષ ઉનાળાની રજાઓની રાહ જોતા હોય છે અને ઉનાળાની રજાઓમાં ખૂબ જ મજા આવે છે. બાળકોની વાર્ષિક પરીક્ષા અને પરિણામ પછી લગભગ એકથી દોઢ મહિનાનું ઉનાળુ વેકેશન છે.

ઉનાળાની રજાઓ વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો ભાગ છે અને આ ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાંથી થોડો આરામ મળે છે. ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓ માટે તહેવારથી ઓછું નથી. બાળકો માટે ઉનાળાની રજાઓ એક ઉજવણી જેવી હોય છે. જેની બાળકો દર વર્ષે રાહ જુએ છે. ઉનાળાની રજાઓ બાળકો માટે તેમના શાળાના કામ અને અભ્યાસની ધમાલમાંથી રાહત આપે છે.

પરંતુ હવે આખી વાત બદલાઈ ગઈ છે વેકેશનમાં બાળકોને નોબેલ પ્રાઈઝ જીતવાનું હોય એમ બાળકની ઈચ્છા ના હોય તો પણ આખું વેકેશન બાળકને  કલાસીસ કરાવી કરાવીને થકવી દે એ કઈ રીતે યોગ્ય કહી શકાય ?

વેકેશનની શરૂઆતની સાથે જ જુદા જુદા વિવિધ ક્લાસીસ  ધમધમતા થયા હોય છે   બાળકો માટે વિવિધ એક્ટિવિટી સેન્ટર જેમાં ડ્રોઈંગ ક્રાફ્ટ સ્વિમિંગ ડાન્સિંગ પેન્ટિંગ એરોબિક સ્કેટિંગ જેવા વિવિધ ક્લાસીસમાં બાળકો ની ઈચ્છા હોય કે ન હોય તો પણ માતા-પિતા તેમને આગ્રહ પૂર્વક મોકલે છે અને એ નાના નાના ભૂલકાઓ વેકેશનની આનંદ માણવાની મૂકીને આવી પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે એને કરતા બાળકોને કોઈપણ પ્રવૃત્તિમાં રસ હોય તે એક્ટિવિટી કરાવી જરૂરી છે

મામાના ઘર કેટલે દીવા બળે એટલે એ હવે થયા બહુ દૂર

પહેલાના વેકેશન એટલે કે વેકેશનની શરૂઆતથી જ મામા ની ઘરે જવાનું અને ત્યાં આરામથી રોકાવવાનું અને મોજ મસ્તી ધમાલ કરવાની એટલા માટે તો વેકેશનને જ મામા નો મહિનો કહેવામાં આવે છે 50 દિવસના વેકેશનમાં લગભગ પૂરો મહિનો મામાના ઘરે જ ગાળવામાં આવતો હતો પહેલા વેકેશન પડે એટલે મામાના ઘેરે ક્યારે જવાનું એ માટે બાળકો પણ એટલો ઉત્સાહ જોવા મળતો હતો . હવે તો મામાનું ઘર દીવા બળે એટલે દૂરની બદલે બહુ જ દૂર થયા છે

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.