શાળા એ વિદ્યાનું ધામ છે, મંદિર છે જેથી હવે વાલીઓ પોતાના બાળકને શાળામાં લેવા મુકવા આવે કે મીટીંગમાં આવે ત્યારે ટૂંકા વસ્ત્રો ન પહેરવાની માર્ગદર્શિકા શાળા સંચાલક મંડળ બહાર પાડશે
આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે જાહેર જગ્યામાં શોભે તેવાં કપડાં પહેરીને લઈએ છીએ. ત્યારે શાળા એ વિદ્યાનું ધામ છે, મંદિર છે જેથી હવે વાલીઓ પોતાના બાળકને શાળામાં લેવા મુકવા આવે કે મીટીંગમાં આવે ત્યારે ટૂંકા વસ્ત્રો ન પહેરવાની માર્ગદર્શિકા શાળા સંચાલક મંડળ બહાર પાડશે.
આ બાબતે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.ડી.વી.મહેતાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, રાજકોટની મોટા ભાગની શાળાઓમાં વાલીઓ જ્યારે બાળકોને વહેલી સવારે શાળાએ મૂકવા જાય છે કે સવારના સમયમાં વાલી-મીટિંગમાં જાય છે કે પ્રવાસ દરમિયાન પોતાના બાળકોને મુકવા આવતા જતા હોય ત્યારે કોઈ નાઈટડ્રેસમાં તો કોઈ ચડ્ડા પહેરીને, કોઈ કેપ્રી તો કોઈ ગાઉન પહેરીને શાળા કેમ્પસમાં આવતાં હોય છે. વાલીઓની આ ટેવને ગંભીરતાથી લઈને શાળા-સંચાલક ટકોર કરી રહ્યું છે કે હવેથી બાળકોને લેવા-મૂકવા કે વાલીમીટિંગમાં નાઈટડ્રેસ કે ટૂંકાં કપડાં પહેરીને ન આવવું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા માટે વાલીઓએ પણ સહયોગ કરવો જરૂરી બન્યો છે. ફક્ત ટૂંકા વસ્ત્રો પહેરી ના પ્રવેશવું એટલું જ નહિ પરંતુ શાળામાં કોઈ મીટીંગ હોય કે કઈ કાર્યક્રમ હોય ત્યારે વ્યવસ્થામાં રંહેલા વ્યકતિઓ સાથે યોગ્ય વર્તન કરી સહયોગ કરવો. શાળા એ વિદ્યાનું ધામ છે, મંદિર છે જેથી હવે વાલીઓ પોતાના બાળકને શાળામાં લેવા મુકવા આવે કે મીટીંગમાં આવે ત્યારે ટૂંકા વસ્ત્રો ન પહેરવાની માર્ગદર્શિકા શાળા સંચાલક મંડળ બહાર પાડશે.
શાળામાં વાલીઓ જ્યારે બાળકોને લેવા મૂકવા જાય છે ત્યારે ઉચિત વસ્ત્રો પહેરીને આવે તેવી માર્ગદર્શિકા જાહેર કરવા માટે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એ બાબતે નિવેદન જારી કરવામાં આવ્યું છે.
DEOએ શું કહ્યું?
જે રીતે મંદિર અને કુટુંબના નિયમો છે તેમ જ શાળાના નિયમો પાળવા જરૂરી છે. હાલમાં એક વાત ઉડીને આખે વળગે છે ઉચીત ન હોય તેવા વાલીઓ કપડા પહેરે છે. જેનાથી બાળકોની માનસિકતા પર અસર પડે છે, બાળકો અને શિક્ષકો પણ સારા વસ્ત્રો પહેરે.
અને એટ્લે જ આવા નિર્ણયથી બાળકોમાં સંસ્કારનું સિંચન થશે. શાળા સંચાલક મંડળના નિયમ બાબતે અમે ચર્ચા કરીશું. જો કોઈ શાળામાં શિક્ષકો પણ અમર્યાદિત કપડા પહેરતા હોય તો સંચાલકો પાસે ખુલાસો પૂછીશુ. આ ઉપરાંત તમામ લોકોએ સ્કૂલે મર્યાદામાં આવવું જોઈએ.
શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં વાલીઓ પણ સહયોગ કરે: ડી.વી.મહેતા
વાલીઓએ વાણી વ્યવહારમાં પણ શિસ્ત કેળવવી પડશે
બાળકોને મોટા ભાગના શિસ્તના પાઠ શાળામાંથી મળતા હોય છે. શાળામાં બાળકોને ભણતરની સાથે ડિસિપ્લિન પણ શીખવવામાં આવે છે. ત્યારે જો બાળકો શિસ્તમાં રહેતા હોય તો બાળકોના માતા-પિતા પણ શિસ્તમાં રહે તે જરૂરી બન્યુ છે. વાલીઓનું બાળક સાથેનું વર્તન, શિક્ષક-આચાર્ય સાથેનું વર્તન અનેક આવી બાબતો કે જેમાં હવે વાલીઓએ મનથી સમજી શિસ્ત કેળવવી પડશે. આ ઉપરાંત જયારે વાલીઓ પોતાના બાળકને શાળાએ લેવા મુકવા આવે ત્યારે પાન-ફાકી-માવા અને ગુટખા ખાઈને ન આવે તેની પણ પોતે તકેદારી રાખવાની માર્ગદર્શિકામાં સૂચના આપવામાં આવી છે.