છઠ્ઠી ઘ્વાજાજી માટે નીતિ નિયમો અને સમય હવે જાહેર કરશે
વિશ્ર્વ વિખ્યાત પવિત્ર તિર્થધામ દ્વારકાના જગત મંદિર ખાતે પાંચના બદલે દૈનિક છ ઘ્વજા ચડાવવાના નિર્ણયને જિલ્લા કલેકટર દ્વારા સૈઘ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. છઠ્ઠી ઘ્વજા માટેના નીતી નિયમો અને સમય નકકી કરાયા બાદ આગામી દિવસોમાં દ્વારકાધીશને કયારથી કયામી ધોરણે છઠ્ઠી ઘ્વજા ચડશે તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના હેડ કવાર્ટર ખંભાળીયા ખાતે ગઇકાલે મંગળવારે જિલ્લા કલેકટર અશોક શર્મા, દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી સુભાષભાઇ ભાયાણી, અને મૌલેશભાઇ ઉકાણી, રમેશભાઇ હેરમા, પુજારી પરિવારના મુરલીભાઇ ઠાકર, ઘ્વજાજી બુકીંગની વ્યવસ્થા સંભાળતા ગુગળી બ્રાહમણ પરિવારના ઇન્ચાર્જ પ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાઘ્યાય અને મંત્રી કપીલભાઇ વાયડાની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં હવે કાયમી ધોરણે દ્વારકાધીશ મંદિરે પાંચના બદલે છ ઘ્વજા ચડાવવાના નિર્ણય લેવા અંગે અલગ અલગ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટર દ્વારા જયત મંદિરે છઠ્ઠી ઘ્વજા ચડાવવા અંગે સૈઘ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. છઠ્ઠી ઘ્વજા માટેના નીતિ-નિયમો અને સમય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે ત્યારબાદ કયારથી છઠ્ઠી ઘ્વજા ચડશે તેનલ સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.
હાલ દ્વારકાધીશને રોજ પાંચ ઘ્વજા ચડે છે. જેમાં સવાર 8 વાગ્યે પ્રથમ ઘ્વજા, સવારે 10 વાગ્યે બીજી ઘ્વજા, બપોરે 1ર વાગ્યે ત્રીજી ઘ્વજા, સાંજે 6 વાગ્યે ચોથી ઘ્વજા અને બપોરે પાંચ વાગ્યે પાંચમી ઘ્વજા ચડાવવામાં આવે છે. વર્ષ 2014 થી 2024 સુધી ઘ્વજા રોહણ માટેનું બુકીંગ થઇ ગયું હોય બાદમાં પાછળથી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે દ્વારકાધીશને ચારને બદલે પાંચ ઘ્વજા ચડાવવામાં આવશે જેના કારણે ચોથી ઘ્વજાનો સમય સાંજે છ વાગ્યાનો અને પાંચમી ઘ્વજાનો સમય પાંચ વાગ્યાનો છે. 2024માં ઘ્વજા રોહણ માટેનું બુકીંગ પૂર્ણ ણયા બાદ નવા બુકીંગમાં તમામ છ ઘ્વજા રોહણને ક્રમશ: સમય આપવામાં આવશે. છઠ્ઠી ઘ્વજા અંગે સૈઘ્ધાંતિક મંજુરી મળી ગઇ છે. હવે સમય નકકી કરવામાં આવશે. સંભવત: સવારના સમયે જ છઠ્ઠી ઘ્વજા ચડાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.