માંસાહારી પ્રાણીઓ માટે માંસ ખરીદવા ‚રૂ .૫૮ લાખનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝુમાં વસવાટ કરતા સિંહ, વાઘ, દિપડા અને મગર સહિતના માંસાહારી પ્રાણીઓને ખોરાક પૂરો પાડવા માટે માંસની ખરીદી કરવા આજે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ‚ા.૫૮ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. માંસાહારી પ્રાણીઓને સપ્તાહમાં એક દિવસ ફરજીયાત ઉપવાસ કરાવવામાં આવતો હોવાનું જાણવા મળી રહયું છે.
પ્રધ્યુમન પાર્કમાં હાલ ૨૦ સિંહ-સિંહણ અને સિંહ બાળ વસવાટ કરી રહ્યાં છે. માદા સિંહ દૈનિક ૬ ી ૭ કિલો, નર સિંહ દૈનિક ૮ ી ૯ કિલો માંસનો ખોરાક લે છે. ઝુમા ૮ સફેદ વાઘ અને ૩ કેશરી વાઘ વસવાટ કરી રહ્યાં છે. તેનો ખોરાક પણ સિંહ જેટલો જ છે. જયારે બે દિપડા પણ ઝુમાં વસે છે જેમાં માદાનો ખોરાક ૩ ી ૪ કિલો અને નરનો ખોરાક દૈનિક ૪ ી ૫ કિલો માંસનો છે.
ઝુમાં વસવાટ કરતા ૪ ઝરખમાં માદાનો ખોરાક ૨ ી ૩ અને નર ઝરખનો ખોરાક ૩ ી ૪ કિલો છે. બે વ‚નો અને પાંચ શિયાળનો ખોરાક પણ આટલો છે જયારે લોબડી દિવસમાં ૧ કિલો માંસ આરોગી જાય છે. જયારે મગરનો ખોરાક દૈનિક ૨ ી ૩ કિલો હોય છે. ઝુમાં વસવાટ કરતા માંસાહારી પ્રાણીઓ માટે પ્રતિ કિલો મટન ૧૨૩ ‚પિયા લેખે ખરીદવામાં આવે છે. વાર્ષિક મટન ખરીદી માટે ૫૮ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓની તબીયત ન બગડે તે માટે ઝુમાં તમામ માંસાહારી પ્રાણીઓને અઠવાડિયામાં એક દિવસ કોઈ પણ પ્રકારનો ખોરાક આપવામાં આવતો ની.