પોરબંદરમાં નવા રસ્તા બનાવાયા છે જેના પર થોડા દિવસો પેલા ડામરનું લેયર લગાવામા આવ્યું હતું પરંતુ સૂરજ દાદાનો પ્રકોપ એટલો બધો વધ્યો હતો કે શહેરના સ્ટેશન રોડ પર ડામર રોડ પીગળી લાપસી જેવો બન્યો હતો અનેક રાહદારીઑના ચપ્પલ ચોટવા માંડયા હતા તો વાહન ચલાવવામા પણ લોકોને મુશ્કેલી પડી રહી હતી.
પ્રસ્તુત તસ્વીર રામ ગેસ્ટ હાઉસ નજીક એસ વી પી રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટ સામેની છે જેમાં એપાર્ટમેન્ટના ચોકીદારના જણાવ્યા મુજબ એક ઘરકામ કરી પેટિયું રડતી મહિલાનુ ચપ્પલ આ પીગડેલ ડામરમા ચોંટી જતા ઉખેડવાની કોશિશ કરતા તુટી ગયું હતું અંતે બંને ચપલ મૂકીને ગરીબ મહિલાએ ધોમ તડકામા ઉઘાડા પગે ઘરે જવું પડ્યું હતું જે એક કરુણતા કહી શકાય જોકે પાલિકા દ્વારા અમૂક રસ્તાઓ પર ધૂળ છંટકાવ કરવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com