સમગ્ર શહેરની પોલીસે સતત ત્રણ કલાક સુધી સીસીટીવી ફૂટેજ મેળવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું
તરૂણીના તરકટનો ભાંડો ફૂટતા પોલીસે હાશકારો અનુભવ્યો
શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી અને તેની સાથેની 6 વર્ષની બાળકીનું અપહરણ થયા હોવાની જળ પોલીસ મથકમાં થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાની ગંભીરતાને જાણી દોડી ગયો હતો. અને પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું તે એક થાર ગાડીમાં આવેલા 3 અજાણ્યા શખ્સોએ પ્રથમ દસ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ થોડે દૂરથી 6 વર્ષની બાળકીને કર્યું હતું. જેમાં 10 વર્ષની બાળકીને અપહરણકારોએ થોડે દૂર 10 વર્ષની બાળકીને છોડી મૂકી હતી.અને 6 વર્ષની બાળકીને સાથે લઈને ભાગી ગયા. જેથી આ મામલે પોલીસ દ્વારા દસ વર્ષની બાળકીની પૂછપરછ કરતા વાંધો ફૂટ્યો હતો અને જાણવા મળ્યું હતું કે આ બાળકી એ ટ્યુશનમાં ન જોવા માટે અપહરણની ખોટી સ્ટોરી ઉભી કરી શહેર આખી પોલીસને ધંધે લગાડી હતી.પરંતુ તરુણિએ અપહરણ થયા હોવાની વાત જૂઠી હોવાનું કબુલતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
બનાવ મામલે ડીસીપી ઝોન 2 સુધીર કુમાર દેસાઈ દ્વારા પત્રકાર પરિષદ યોજી આ મામલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સવારના 10:00 વાગ્યાના આસપાસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી કે પોપટ પરા વિસ્તારમાં એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી બનાવવાની જાણ થતા જ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પીઆઇ ગોંડલીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે દોડી ગયો હતો અને પ્રાથમિક પૂછતા જ કરતા જાણવા મળ્યું હતું કે પ્રથમ બે બાળકીઓનો કાળા કલરની થાર ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં અપહરણકારો એ બેમાંથી એક દસ વર્ષની બાળકી હતી તેને ઘટના સ્થળથી થોડે દૂર ઉતારી મૂકી હતી. અને તેની સાથે છ વર્ષની બાળકીને અપહરણ કરી લઈ ભાગી ગયા હતા. પરંતુ પ્રથમથી જ આમ બનાવતા પોલીસ દ્વારા અપહરણકારોના સંકજામાંથી મુક્ત થયેલી બાળકીને પોલીસ સ્ટેશનને લાવી તેની પૂછપરછ કરી હતી.અને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાની ફૂટેજો તપાસી હતી જેમાં બનાવ સમયના બે થી ત્રણ કલાકની આસપાસના કેમેરા તપાસતા બાળકી પોતે એકલી રોડ પર ચાલી જતી હોવાનું જોવા મળ્યું હતું અને તેમાં કોઈ પણ બાળકી દ્વારા જાણવા માં આવેલી કાર જોવા મળી ન હતી.
જેથી પોલીસે દ્વારા બાળકીની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે પોતાને તેના મતા પિતા ટયુશનમાં મોકલતા હોવાથી પોતાને અભ્યાસ કરવો ન ગમતો હોવાથી તેને આ અપહરણ થયા હોવાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી.અને આ સ્ટોરીથી શહેર આખી પોલીસ ધંધે લાગી હતી.પરંતુ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક તપાસ કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું હતું.