નેટફ્લિક્સ પર 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલીઝ થયેલી ‘બોમ્બે બેગમ’ વિવાદોમાં સંપડાય ગઈ છે. આપણે વિવાદો પર ચર્ચા કરતા પહેલા એક નઝર ‘બોમ્બે બેગમ’ની કહાની પર કરીએ.
શરૂઆત એક સવાલથી કરીયે કે, આ દુનિયામાં સૌથી વધુ જટિલ વસ્તુ કઈ છે? જવાબ આવે કે એક સ્ત્રીનો દિમાગ અને એમાં સમાયેલી અસંખ્ય ભાવનાઓ. બસ આજ વસ્તુ પર નેટફ્લિક્સએ એક ‘બોમ્બે બેગમ’ નામની વેબ-સિરીઝ લેન્ચ કરી. આ વેબ-સિરીઝમાં 5 મહિલાને ધ્યાનમાં રાખી વાર્તા ચાલે છે. જે પોતાના જીવનમાં ખુશ નથી,અને એ અસર તેના પરિવાર ઉપર પડે છે. આટલી સરળ અને સારી કહાનીમાં વિવાદ કેમ ?
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ (એનસીપીસીઆર)એ એવો દાવો કર્યો છે કે, આ વેબ-સિરીઝમાં બાળકોને થોડી ખરાબને ગેર-જરૂરી રીતે દર્શાવવામાં આવી રહ્યો છે. તેથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ (એનસીપીસીઆર)એ આ વેબ સિરીઝની સ્ટ્રીમિંનગ રોકવાની માંગ કરી છે. ફરિયાદમાં એવા આરોપ મુકવામાં આવીયા છે કે, નાબાલિક બાળકો પાસે ખરાબ પાત્રો ભજવામાં આવી રહ્યા છે, સાથે માદક પદાર્થોનું સેવન પણ કારણ વગર બતાવામાં આવ્યું છે. આવા ખરાબ દ્રષ્યો જોઈને બાળકોના દિમાગ,વિચારો પર ખરાબ અસર પડે છે, એનાથી એ દુર્વ્યવહાર કરતા પણ શીખે એટલા માટે એનસીપીસીઆરએ આ સિરીઝ પર રોક લગાવાની અરજી કરી છે. આ વિશે એનસીપીસીઆરએ નેટફ્લિક્સ પાસે 24 કલાકમાં એક વિસ્તૃત એહવાલ માગીયો છે. જો નેટફ્લિક્સ જમાં ન કરાવે તો કાનૂની કાર્યવાહી આગળ વધારશે.