૨૭ વર્ષમાં સૌપ્રથમવાર લીએન્ડર પેસ ટીમની બહાર: ભુપતીએ રોહન બોપન્નાની કરી પસંદગી
ટેનિસ ખેલાડી લીએન્ડર પેસને નોન-પ્લેયીંગ કેપ્ટન મહેશ ભુપતિએ ડેવિસ કપમાંથી બહાર કર્યો છે. ભુપતિએ રમતમાં રાજકારણ કર્યુ છે તેમજ નિયમોનો ભંગ કર્યાનો આક્ષેપ પેસે મુકયો છે. ૨૭ વર્ષમાં સૌપ્રથમવાર પેસને ડેવિસકપમાંથી બહાર કઢાયો છે. કારણકે ઉજબેકિસ્તાનની વિરુઘ્ધ શ‚ થનાર એશિયા ઓસિયાના મુકાબલા માટે ભુપતીએ રોહન બોપન્નાની પસંદગી કરી છે.
રોહન બોપન્ના બીજા યુગલ મેચમાં શ્રીરામ બાલાજીની સાથે જોડી બનાવશે અને કે એસ એલ ટી એ માં ફા‚ખ દુસ્તોવ અને સંજાર ફાયજીવની જોડી સામે રમશે. બોપન્ના વિશ્ર્વ રેકીંગમાં ૨૪માં સ્થાન પર છે તે ઓલ્મિપિક પદકધારી અને કેટલાક ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીતી ચુકયો છે.
લીએન્ડર પેસની જગ્યાએ રોહન બોપન્નાની પસંદગીના નિર્ણયને સાચો જણાવતા ભુપતિએ કહ્યું કે, બેંગ્લોરનો આ ખેલાડી સારી સર્વિસ કરી રહ્યો છે અને તેને વર્ષની શ‚આત પણ સારી એવી કરી છે. જોકે, પરિસ્થિતિઓ નિશ્ર્ચિત ‚પથી વધુ તેજ હશે. આ નિર્ણયનો આધાર એ છે કે રોહન સારી સર્વિસ કરી રહ્યો છે. લીએન્ડર પેસે વર્ષ ૧૯૯૦માં જયપુરમાં જાપાનની વિરુઘ્ધ ડેવિસ કપમાં પ્રવેશ કર્યો હતો. તેને ૨૭ વર્ષમાં પહેલીવાર ડેવિસકપમાંથી આઉટ કરાયો છે. પેસે અત્યાર સુધીમાં ડેવિસકપમાં ૪૨ યુગલ મુકાબલાઓ જીત્યા છે. ભુપતિએ કહ્યું કે, એક સમયે તેની યુગલ જોડીદાર રહી ચુકેલા પેસનો બહાર કાઢવાનો નિર્ણય કઠિન હતો.
પેસે કેએસએલટીએ સ્ટેડીયમમાં પત્રકારોને જણાવ્યું કે, જયારે હું પ્રેકિટસ માટે આવ્યો ત્યારે સારી રીતે બોલ હિટ કરતો હતો. પસંદગીનો માપદંડ ફાર્મ હોવું જોઈએ જે હકિકતમાં ન હતું. પેસે જણાવ્યું કે, ટીમની પસંદગી કરવી ભુપતિનો અધિકાર છે પરંતુ કોઈ ખેલાડી સાથે પક્ષપાત કરવો જોઈએ નહીં.