સમુહ લગ્નમાં અખંડ જીવણ જયોત કુંભ એવોર્ડ નામી કલાકારોને અપાશે
દાસી જીવણ સાહેબ , ધોધાવદર ગાદીપતિ મહંત શામળદાસ બાપુ , મહંત ત્રિલોકબાપુ તથા સંગીતાબા ની સાન્નિધ્યમાં 51 દિકરીના સમુહલગ્ન ધોધાવદર દાસીજીવણ સાહેબની જગ્યામાં ઢોલ ઢબુકશે . તા.26-04-2022 ના રોજ ભવ્યાતીભવ્ય લોકડાયરો , ખ્યાતનામ કલાકારો રમેશભાઈ ચાવડા તથા રેખાબેન ચાવડા , કમલેશ ગોહેલ વિગેરે હાજરી આપશે અને તા.27-04-2022 ના રોજ 51 દિકરીબાને ધોધાવદર દાસીજીવણ સાહેબની જગ્યામાંથી 51 દિકરીઓને ભીની આંખે પરમ પુજય ગાદીપતિ શામળદાસ બાપુ તેમજ ત્રિલોકબાપુ વિદાય આપશે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા સમગ્ર લગ્ન સેવા સમિતિના આગેવાન ધોધાવદર ગાદીપતિ શામળદાસ બાપુ , મહંતશ્રી ત્રિલોકબાપુ , તેમજ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તેમજ અશોકભાઈ એ . વાળા , જિલ્લા પ્રમુખ , અનુ.જાતિ તેમજ સતીષબાપુ સોલંકી , મહેન્દ્રબાપ સોલંકી , બળદેવબાપુ સોલંકી , જેન્તીભાઈ પરમાર , વાળાધરી તેમજ નારણભાઈ , મોટા મહીકા તેમજ ધોધાવદર ગ્રામપંચાયતના સરપંચ હરિભાઈ સાવલીયા તેમજ ગ્રામપંચાયતના સભ્યઓ 51 દિકરીઓના લગ્નની પુરજોશમાં તૈયારીઓ થઈ ગઈ છે .
સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવેલ છે . કયાંય કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે . દાસીજીવણ સાહેબની જગ્યામાં આ 10 મો સમુહલગ્ન સમસ્ત મેઘવાળ સમાજ તા.27-04-2022 ના રોજ 51 દિકરીઓના સમુહલગ્ન છે . દશમો સમુહલગ્ન – 51 નવયુગલ સમુહલગ્નમાં અખંડ જીવણ જયોત કુંભ એવોર્ડ , નામી કલાકારોને આપવામાં આવશે . દલિત સમાજના ભામાશા , સેવાના સારથી અશોક એ . વાળાને પણ ખાસ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે .
ભીમ સાહેબની જગ્યાના , નવી મંગણી મહંત મનુબાપુ , ગોરધનબાપુ , બાંદરાધામ , મહારાજ ગાદીપતિ , પ્રયાગગિરિ પીરબાપુ , તેમજ શામળદાસ બાપુ , ધોધાવદરના મહંત ત્રિકોલદાસ બાપુ , તેમજ આમરણ જગ્યાના મહંત ગુલાબદાસ બાપુ , જય રમણ માડી કૈયલધામ , જાદવભાઈ , રાણાદાદાની મેલડી , લીંબડી તેમજ દિપ પ્રાગટય તુષારભાઈ બીજલભાઈ પરમાર , તેમજ સંસદ સભ્ય રમેશભાઈ ધડુક , ઉદ્યોગપતિ તેમજ અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા , રીબડા ધાર્મિક પ્રસંગોના અન્નકુટના દાતા મનસુખભાઈ સાગઠીયા પરિવાર , રતિભાઈ રણછોડભાઈ પરમાર , તેમજ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા , કિશોરભાઈ સાગઠીયા , બળવંતભાઈ વોરા , અનિલભાઈ માંઘડ – પુર્વ ચેરમેન – નગરપાલિકા , બલરામ મીણા સાહેબ , તેમજ કરિયાવરના દાતાઓ મહંત ત્રિલોકબાપુ તથા સંગીતાબા , ભાવેશભાઈ પટોડીયા , દાસીજીવણ સેવક સમુદાય , સવાસો રોહીદાસ એડવોકેટ બી.સી. વાળા , મનોજ આલાભાઈ દાફડા , કનુભાઈ બારૈયા , બી.એમ. વાણવી તથા ગોંડલ સીટી તથા તાલુકા સર્વે મેઘવાળ સમાજ તથા લોધિકા , તા.કોટડા સાં.તાલુકા સમસ્ત મેઘવાળ સમાજ તથા સર્વે સમાજે પધારવા જાહેર હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે . એકથી એકબીજાને વાયક આપી વધારવા જાહેર આમંત્રણ છે .