પહેલી વાર સેનામાં દેશી જાતિનાં શ્વાનને સામેલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યાર સુધી સેના જર્મન શેફર્ડ, લાબ્રાડોર્સ અને ગ્રેટ સ્વિસ માઉન્ટેન્ટ ડોગ્સ જેવા વિદેશી જાતિનાં ડોગ્સનો ઉપયોગ કરતી હતી. સૂત્રોએ જણાવ્યું કે મેરઠમાં સેનાની રિમાઉન્ડ એન્ડ બેટરનેરી કોર સેન્ટરે દેશી જાતના છ મુગલ શિકારી કૂતરાંઓની ટ્રેનિંગને લગભગ પૂરી કરી દીધી છે
અને આ વર્ષના અંત સુધીમાં તેને સેનામાં સામેલ કરાશે.
આ શિકારી કૂતરાંઓની પહેલી તેનાથી જમ્મુ-કાશ્મીરમાં કરાશે. આ ડોગ્સ કર્ણાટકથી ગયા વર્ષે આરવીસી સેન્ટર મોકલાયાં હતાં. ત્યારથી તેઅો અા સખત ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યાં છે. સેન્ટ્રરમાં તહેનાત એક અધિકારીએ જણાવ્યું કે આ એકદમ નવી પહેલ છે. કેમ કે અમારી પાસે શિકારી કૂતરાંઓને પ્રશિક્ષિત કરવાનો કોઈ અનુભવ ન હતો. તેની પર કોઈ રિસર્ચ પણ હાજર ન હતું.
અધિકારીએ આગળ જણાવ્યું કે શરૂઆતમાં આ કૂતરાંઓને એકદમ એકલાં રાખવામાં આવ્યાં, જેથી તપાસવામાં આવે કે તેમને કોઈ બીમારી તો નથી ને. ત્યારબાદ તેમને આદેશ પાલનની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવી. ત્યારબાદ તેમને વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું.
સૌથી પહેલા ટ્રેનર્સ અને ડોગની વચ્ચે અરસપરસની સમજ અને સંબંધ વિકસિત કરવામાં આવ્યો જેથી વ્યવહારની સાથે સાથે તેની ક્ષમતાઓને પણ સમજી શકાય. અધિકારીએ જણાવ્યું કે ભારતીય જાતિનાં વધુ કૂતરાંઓને સેનામાં સામેલ કરવામાં આવશે. તેની પાછળ ઘણા બધા વિજ્ઞાની વિચારો પણ છે. મુગલ હાઉન્ડવાળાં કૂતરાંઓની ઓળખ મજબૂત વંશવાળા ભારતીય કૂતરાંઓથી થાય છે. પોતાની ગતિ અને સ્ફૂર્તિની સાથે સાથે પોતાના આકારના કારણે પણ તેઓ સારા ગાર્ડ સાબિત થાય છે. તેમને બીજા કામ માટે પણ શિક્ષણ આપી શકાય છે.