કેમ છો મજામાં… કહી વડાપ્રધાને સંબોધન શરૂકર્યું
પરમાત્માના પ્રસાદ સમા પાણીને બચાવવા માટે હું ગુજરાતવાસીઓ પાસે ભીખ માંગુ છું: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નેતાઓ અને અધિકારીઓ કરતા ૧૨૫ કરોડ દેશવાસીઓ પાસે વધુ બુદ્ધિ-શક્તિ છે, માટે હેકાથોન શરૂ કરાય છે: મોદી
ભારતીય રાજનીતિના ચાણકય એવા નરેન્દ્રભાઈ મોદી આફતને અવસરમાં પલ્ટાવી નાખવા માટે ભારે જાણીતા બન્યા છે. ગમે તેવા કપરા સંજોગો હોય પરંતુ પાસા પલ્ટાવી નાખવા પણ મોદીની આગવી ઓળખ બની ગઈ છે. ગઈકાલે રાજકોટની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સ્વભાવ મુજબ પાસા સો વાતાવરણ પણ પલ્ટાવી દીધું હતું. એક જ મુલાકાતમાં ફરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નાદ ગુંજવા માડયો છે. રાજકોટની પાંચ કલાકની મુલાકાત દરમિયાન આખુ શહેર મોદીમય બની ગયું હતું તો ખુદ રાજકોટમય બની ગયા હોય તેવો અલહાદક માહોલ જામ્યો હતો.
ચોમાસા આરંભ બાદ પણ શહેરમાં વરસાદ ન આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ વડાપ્રધાનના આગમનના દિવસે જ મેઘરાજાએ રાજકોટમાં પાવનકારી પધરામણી કરતા રાજકીય પંડિતો સો સામાન્ય લોકોમાં પણ એવી ચર્ચા હતી કે, રાજકારણના ચાણકય અને પાસા પલ્ટાવામાં બાહુબલી એવા નરેન્દ્રભાઈએ રાજકોટમાં વાતાવરણ પણ પલ્ટાવી દીધુ છે અને ભાજપના નેતાઓ સો લાખો રાજકોટવાસીઓને પણ ખુશ-ખુશાલ કરી દીધા છે. જે રીતે રાજકોટમાં મોદીને પ્રચંડ જનસર્મન મળ્યું અને સભામાં સૌરાષ્ટ્રભરમાંી માણસ મેદની ઉમટી પડી તેનાી વિરોધ પક્ષના છાતીના પાટીયા ભિસાવા લાગ્યા છે અને ભાજપના કાર્યકરો ફરી એક વખત ભારે ગેલમાં આવી ગયા છે.
આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા, ડેમની ઉંચાઈ વધારવાના પ્રોજેકટ અને એકસપ્રેસ ફિડર લાઈનનું લોકાર્પણ તા હેકાોન ૨૦૧૭નું લોન્ચીંગ કર્યા બાદ આજી-૧ મેદાન ખાતે જંગી જાહેરસભાને સંબોધનની શ‚આત વડાપ્રધાને ‘કેમ છો, મજામાં’ તેમ કહી કરી હતી. ન્યારી વાત ન્યારી, આજી એ કર્યા રાજી તેવા સ્લોગન સો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જયારે હું વર્ષ ૨૦૦૧માં ગુજરાતનો સીએમ બન્યો અને ોડા દિવસમાં રાજકોટી સંદેશો આવ્યો કે, આજી ડેમ ઓવરફલો ઈ ગયો છે, તમારે આવવું જ પડશે, આજીમાં જલપૂજાનો અવસર મળ્યો, આજી ખરેખર રાજકોટવાસીઓને રાજીના રેડ કરે છે, ૪૦ વર્ષમાં આ ડેમ ૧૧ વખત જ ભરાયો છે, પાણી શું છે ? પાણીનું મહાત્મય શું છે તે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતની જનતાને સમજાવવું પડે તેમ ની, અગાઉ જયારે રાજકોટ આવો ત્યારે ઘરની બહાર મોટી કુંડી હોય તેમાં નળ હોય અને ત્યાંી મહિલાઓ પાણી ભરતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા. રાજકોટમાં ચર્ચાનો એકમાત્ર વિષય પાણી હોય, તમે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરો ત્યારે એ વાતનું ધ્યાન રાખવું પડતું હતું કે, આજે પાણીનો વારો તો ની ને, રાજકોટને ટ્રેનમાં પાણી પહોંચાડવામાં આવ્યા છે, આવા કપરા દિવસોનો સામનો પણ લોકોએ કર્યો છે. સામાન્ય રીતે સરકારો ટેન્કરો વધારતી હતી અને લોકોને પણ ટેવ પડી ગઈ હતી. ગુજરાતની જનતા વિજળી માટે પણ વલખા મારતી હતી, વાળુ સમયે પણ વિજળી મળશે કે નહીં તેની ચિંતા લોકોને તી હતી, આજે આપણે કયાંી કયાં પહોંચ્યા
છીએ, આ માટે કેટલી મહેનત કરવી પડી છે, નેક ઈરાદા સો અહીં પહોંચ્યા છીએ, પાણીના અભાવે જમીનનું પણ કોઈ મુલ્ય ન હતું, આ ૨૦ વર્ષ પહેલાની સ્િિત હતી અને કોના પાપે આ સ્િિત સર્જાઈ હતી તેની મારે કોઈ ચર્ચા કરવી ની, આજે ભાજપની સરકાર આંખમાં આંખ મિલાવી લોકો સો વાત કરી શકે છે અને અમે કર્તવ્ય કર્યાનો સંતોષ છે. જનતાનો આટલો પ્રેમ મળી રહ્યો છે જેના કારણે અમે ાકતા ની અને આત્મવિશ્ર્વાસી આગળ વધી રહ્યાં છીએ.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અનેક શંકાઓના વમણોમાંી જન્મેલા સૌની યોજના આજે સફળતાના શીખરો સર કરી રહી છે, અમે નક્કી કર્યું હતું કે, પેટે પાટા બાંધીશું પરંતુ ગુજરાતના એક-એક ગામડા સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડીશું, આજે ૪૧૩ કિ.મી.નો ભગીર પ્રવાસ કરી નર્મદા મૈયા રાજકોટ પહોંચ્યા છે અને ૬૫ વારના મકાનના ઉંચાઈ જેટલે પાણી પહોંચાડયા છે. પ્રજાના પૈસા પ્રજા માટે વાપરવા માટે કયારેય પાછી પાની કરતા ની. નર્મદા ડેમના દરવાજા બંધ ઈ ગયા છે. નર્મદાનો ઈતિહાસ જયારે લખાશે ત્યારે આ યોજનાને રોકવા માટે કોને કેટલું પાપ કર્યું છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે, આજે રાજકોટના આંગણે નર્મદાના પાણી સો જવાબદારી પણ આવી છે, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છના લોકોને મારી વિનંતી છે કે, આ પાણી ની પરંતુ પારસમણી છે અને પરમાત્માનો પ્રસાદ છે. જે રીતે આપણે પ્રસાદ નીચે પડી જાય તો આપણે તેને ઉપાડી મો ચડાવીએ છીએ ત્યારે આપણે પાણીનું એક એક ટીપુ બચાવાની આપણી ફરજ છે. પાણી વેડફવાનો કોઈને હક્ક ની.
ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટની જનતા પાસે હું પાણી બચાવવાની ભીખ માંગુ છું, ૯૦ વર્ષ પહેલા જૈન મુની બુદ્ધિસાગરજી મહારાજે
લખ્યું હતું કે, એક
દિવસ એવો આવશે કે પાણી કરીયાણાની દુકાનમાં વેંચાતુ હશે, આજે તમે મહુડીમાં દર્શન કરવા જાવ ત્યારે તેઓના હસ્તે લખાયેલા આ શબ્દો તમને વાંચવા મળે, ૯૦ વર્ષ પહેલાની વાત આજે સાચી ઠરી રહી છે અને કરિયાણાની દુકાને મિનરલ વોટરની બોટલો વેંચાઈ રહી છે.
પાણીના ટીપે-ટીપુ પીવામાં અને ખેતીમાં વપરાવવું જોઈએ. હાલ રાજકોટ જયારે સ્માર્ટ સિટીના તબક્કે આવ્યું છે ત્યારે રાજકોટમાં જે પાણી ગટરમાં વહી જાય છે તેનો કરી શકાય તેવી વ્યવસ ઉભી કરવી જોઈએ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ શ‚ કરવા જોઈએ, મને એ વાતનો વિશ્ર્વાસ છે કે આજી અને ન્યારી કયારેય લોકોને તરસ્યા નહીં રાખે, હું રાજકોટના એન્જીનીયરીંગ ઉદ્યોગને એવો આગ્રહ કરું છું કે, તેઓ ટપક સિંચાઈ પધ્ધતિ માટે સસ્તા સાધન બનાવવાની હરીફાઈ કરે.
તેઓએ ઉમેર્યું હતું કે, દેશના રાજકીય નેતાઓ અને અધિકારીગણ એવું માની રહ્યાં છે કે, તેઓને બધુ આવડે છે અને તેમની પાસે જેટલી બુદ્ધિ છે તેટલી બુદ્ધિ કોઈ પાસે ની પરંતુ આપણા કરતા વધુ બુદ્ધિ ૧૨૫ કરોડ લોકો પાસે છે. યુવાધન પાસે વિશેષ બુદ્ધિ છે, ભારત સરકારના વિવિધ વિભાગો સો તાજેતરમાં મેં એક મીટીંગ યોજી તેઓની જે સમસ્યા કે પડકાર છે તેની માહિતી માંગી શ‚આતમાં કોઈએ પડકારો આપ્યા નહીં પરંતુ પાછળી ૫૦૦ એવી સમસ્યા આવી કે જેનો હલ તંત્ર પાસે ન હતો. મેં દેશની વિવિધ એન્જીનીયરીંગ કોલેજોને આહ્વાન કર્યું. ૪૨૦૦૦ યુવાનો સો જોડાયા અને તેઓએ ૫૦ દિવસ સુધી રાત-દિવસ મહેનત કરી આ તમામ સમસ્યાનું સમાધાન આપતા સુચનો આપ્યા અને આજે સમસ્યાઓ ધડાધડ સોલ ઈ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ આજે હેકાોન ૨૦૧૭ લોન્ચ કરી છે ત્યારે રાજકોટે ટ્રાફિકની સમસ્યા, સ્માર્ટ સિટી બનવા માટે, ટેકસની આવક વધારવા માટે, ગરીબોનું જીવન ધોરણ સુધારવા માટે શું કરવું જોઈએ તે સહિતના ૧૦૦ કામો કાઢયા છે અને તેના નિરાકરણ માટે ગુજરાતભરની એન્જીનીયરીંગ કોલેજોને આમંત્રીત કર્યું છે. હેકાોને જનભાગીદારીનો ઉત્તમ પ્રયાસ છે જેનાી રાજકોટનું ભાગ્ય બદલાય જશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજીમાં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. સાો સા ન્યારી ડેમની ઉંચાઈ અને સલામતી વધારવાના કામનું લોકાર્પણ, એક ઝોનમાંી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરતી એકસપ્રેસ ફિડર લાઈનનું લોકાર્પણ અને હેકાોન ૨૦૧૭નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. સભા સ્ળે ઉપસ્તિ હજારો લોકોએ પોતાના મોબાઈલની ફલેસ લાઈટ ચાલુ કરી નર્મદા મૈયાની આરતી ઉતારી હતી.
વડાપ્રધાન જમણા અને મુખ્યમંત્રી ડાબા ખિસ્સામાંથી શું કાઢશે ?
કયારેક એવા સંજોગો રચાતા હોય છે ભારે કુતુહલ સર્જાય છે. ગઈકાલે રાજકોટની મુલાકાત દરમિયાન રેસકોર્સ ખાતે દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કાર્યક્રમમાં એક જ સમય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના જમણા ખિસ્સામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ડાબા ખિસ્સામાં હા નાંખ્યો. બન્ને નેતાઓએ પોતાના ખિસ્સામાંી શું કાઢયુ હશે ? તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો