કાશ્મીરના પુલવામાં ફરજ બજાવતા દેશના સૈનિકો ઉપર જે ૬ આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તે ઘટનાના વિરોધમાં ભાયાવદર નગરપાલિકા દ્વારા ગઈરાત્રે શહિદ વિરોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ગતરાત્રે ભાયાવદર શહેરના સ્ટેન્ડ ચોકમાં નગરપાલિકાના પ્રમુખ રેખાબેન પટેલ, કારોબારીના ચેરમેન નયન જીવાણીની આગેવાનીમાં વેપારીઓ, ખેડુતો, યુવાનો તમામ સમાજના લોકો હાજર રહી શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ પ્રગટાવી પાકિસ્તાન મુદાબાદ, ભારત જીદાબાદના નારા લગાવ્યા હતા. બે દિવસ પહેલા આતંકીઓ દ્વારા હુમલાના ઘેરા પડઘા તાલુકાના ભાયાવદર, પાનેલી, કોલકી, ઢાંક સહિતના ગામોમાં પડયા છે. ઠેર–ઠેર પાકિસ્તાન વિરુઘ્ધ નારા લાગી રહ્યા છે. લોકોની માંગણી છેકે પાકિસ્તાન વિરુઘ્ધ યુદ્ધ જેવી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ.
Trending
- ગુજરાતમાં 13,852 શિક્ષકોની ભરતી માટેની અરજીની 16 નવેમ્બર છેલ્લી તારીખ
- 2025 માં લોન્ચ થવા જઈ રહી છે, Kawasaki ZX-4RR
- અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 3નાં મોત
- મંત્રી ભાનુ બાબરિયાની અધ્યક્ષતામાં ચિત્રાવડ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે
- Pack Your Mom’s Lunch Day 2024 : જાણો આ દિવસનો ઇતિહાસ અને ઉજવણી કરવાની રીતો
- નવા અપડેટ સાથે BMW એ લોન્ચ કરી BMW M340i જાણો શું હશે પ્રાઈઝ….!
- હાય હાય… ક્યાંક તમે તો ન્હાતી વખતે સુ-સુ નથી કરતાં ને..?
- 30 વર્ષ પછી કારતક પૂર્ણિમાએ ગજકેસરી યોગનો દુર્લભ સંયોગ, ખુલશે આ 5 રાશિઓનું ભાગ્ય