વંઠુવંઠુ થતી ઉગતી પેઢી ! દેશની કમનશીબી: હવે શું?

વંઠવું એટલે આ દેશની સંસ્કૃતિને છેહ દેવો…

વંઠવું એટલે દેશના સંસ્કારને અભેરાઈએ ચડાવવાનો

વંઠવું એટલે અધાર્મિક થવું…

વંઠવું એટલે અસત્યભાષી થવું…

વંઠવું એટલે જીવનની એટલે સંયમપૂર્વક જીવન જીવવાની મનુષ્યની ફરજને ઠોકરે મારવી.

વંઠવું એટલે ભદ્રતાને ત્યાગવી… વિશુધ્ધ જીવંત જીવવાના ખ્યાલને ભૂલી જવો…

વંઠવું એટલે નિષ્પાપ અને નિર્મળ જીવન જીવવાના રાહથી ચલિત થવું.

વંઠવું એટલે માબાપ કહે તે કાને ન ધરવું અને તે માનવું નહિં. સામાજિક મૂલ્યોનું પાલન કરવાની પરવા ન કરવી…

ભદ્રજનોની સલાહ સૂચનાઓની અવગણના કરવી, વડિલો પાસે જૂઠું બોલવું, હકીકતોને છુપાવવી, પરિવારજનોનો ઉપહાસ કરવો, એમને વાત વાતમાં ભરમાવવા અને ચારિત્ર્ય શુધ્ધિને શિથિલ થવા દેવી…

પોતાને અણીશુધ્ધ રહેતાં રોકે, સાચું આચરણ કરતા રોકે અને કાંઈપણ વગર વિચાર્યું કરતા રોકે તેમને તાત્કાલિક ત્યજી દેવા, અને તેમની સાથેના સાખ્ય (સદ્રદયતાને તિલાંજલી આપી દેવી.

કોઈપણ પડોશી કે અજાણી વ્યકિતઓ સાથે વધુ પડતી નીકટતા ન કેળવવી, કોઈની પણ બળજબરી તેમજ જોહૂકમીને વશ ન જ થવું અને એ પ્રકારની વ્યકિતને માબાપ પાસે ઉઘાડી કરી દેવી. ગિફટ કે ઠગારી મીઠી વાતોથી દૂર રહેવું. સાવચેત રહેવું. પાર્ટીઓમાં કે ફિલ્મોમાં ન જ જવું.

જયાં કયાંય જવું હોય ત્યાં માબાપ કે વડીલને કહીને જ જવું, એ સિધ્ધાંતને અનુસરવું નહિ અને કશુંક પણ છાનુંછપનું કરવું એને વંઠી જવાનો સંકેત સમજવો…

આ બધું કુટુંબ કે પરિવાર પૂરતું જ નથી. આખા સામાજિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર અને ધર્મક્ષેત્રને લાગુ પડે છે. શાળા-કોલેજો, છાત્રાલયો, વિદ્યાપીઠો યુનિવર્સિટીઓ તથા સરકારી અને પ્રાઈવેટ નોકરીઓનાં ક્ષેત્રને લાગૂ પડે છે.

ઉંડુ અવલોકન કરીએ છીએ ત્યારે તો આખો દેશ વંઠુ વંઠુ થતો હોવાનો ખ્યાલ ઉપસાવે છે. કદાચ આખી માનવજાત આ અનિષ્ટમાં ડૂબાડૂબ છે.

આપણા દેશમાં અત્યારે છોકરાઓ અને છોકરીઓ વંઠુ વંઠુ થાય છે. કોન્વેસ્ટ કલ્ચર એમને વંઠુ વંઠુ કરે છે અને આ વંઠુ વંઠુ થતા છોકરાઓ છોકરીઓ જ આ દેશની આવતીકાલ બની રહેવાના છે. આ દેશની ૨૧મી સદી એમના જ હાથમાં રહેવાની છે. આ દેશનું ભવિષ્ય પણ એમના હાથે જ ઉજજવળ કે અંધકારમય બનવાનું છે ! એમાં પેલા ૨૧ કરોડ પૈકી કેટલાક સંલગ્ન થશે તે તો કોણ જાણે!

કોણ નથી જાણતુ કે આપણા દેશ પોતાના અસ્તિત્વના મૂળભૂત સત્યો સાથેનો સંબંધ ખોઈ બેઠો છે. અને પરિસ્થિતિનો દીન હીન દાસ બની ગયો છે? કોણ નથી જાણતુ કે આ દેશ અત્યારે અસંયમ, અવિચાર અને આશિષ્ટતા બોજ નીચે તરફડી રહ્યો છે? કોણ નથી જાણતુ કે આ દેશ સામાજીક વ્યવહારમાં, રાજકારણમાં ધર્મ અને કલાના ક્ષેત્રમાં અસર્જનાત્મક આદતો તથા હાસપૂર્ણ પરંપરાઓનાં વિકટ સમયમાંથી પસાર થઈ રહ્યો છે? કોણ નથી જાણતુ કે મનુષ્યતાનો ઉપયોગ કરવાનું આપણે છોડી દીધું છે? અવનતિનો ગાઢ અંધકાર આ દેશને ઘેરી વળ્યો છે.

આ દેશમાં એકલા છોકરાઓ અને છોકરીઓ વંઠું વંઠુ થતા નથી, આ દેશની શાળા કોલેજો, યુનિવર્સિટી, વિદ્યાધામો, કેટલાક કથિત મહાત્માઓ, સ્વામી, સાધુ સંતો, આચાર્યો, કથાકારો, બાપુ કે મહારાજના ર્માં કે મહેશ્ર્વરીના કે એના જેવા અન્ય બિ‚દરીઓ પણ વંઠુવંઠુ થતા હોવાની ચાડી ખાય છે. આ વાત કોઈનેય ગમે તેવી નથી.

આ દેશમાં આમાંના કોઈ વંઠે તે આ દેશને પોસાય તેમ નથી આમાંના કોઈ ફરજ ચૂકે કે તેમના કર્તવ્ય ન બજાવે એ આ દેશને પરવડે તેમ નથી.

આ દેશના રાજકીય રંગરાગ સત્ર તરફ નજર કરતા કોને એવું નથી લાગતુ કે આદેશમાં જેમના કેલીડોસ્કોપ તડ્ તડ્ તૂટયા છે. અને જેમના આંગણે સો સો સૂરજ ઝળડળવાનું બંધ થઈ ગયું છે. અને જેમના ખ્વાબ નષ્ટ થયા છે તે બિચારા બનેલા છોકરા છોકરીઓને તેમના કેલીડોસ્કોપ પાછા મળે, ખ્વાબો પાછા મળે અને આથમી ચૂકેલા સો સો સૂરજનો ઝળહળાટ પાછોમળે એ માટે જે કાંઈકરવું ઘટે તે કરવું પડશે.

વંઠુ વંઠુ થતા સહુ કોઈને તેઓ ન જ વંઠે એવું તનમનનું તેજ આપતી રૂડી કંઠી બાંધવી જ પડશે… આકંઠીની આજે ખોટ છે… શાળાઓ, કોલેજો, વિધાધામો, યુનિવર્સિટીઓ, સંસ્કાર કેન્દ્રો, આદર્શ મનોરંજન સ્થળો વગેરે સહુ આવી કંઠીની ગરજ સારી શકે, ધર્માચાર્યો, હરી મંદિરો પણ આવી કંઠીની ગરજસરી શકે. જે ખૂદ વંઠી ન હોય અને જે વંઠવા ન દે એવી કંઠીઓની અ દેશને વિના વિલંબે જરૂર છે. ચબૂતરે ચબૂતરે એના વિષે પ્રાર્થના થાય અને દીવા પ્રગટાવાય તો એ પ્રક્રિયાને વધુ બળ મળશે. કબૂતરો એક સામટા ઉપવાસ કરીને એ તપ આ કંઠી યજ્ઞને પ્રદાન કરશે ! કાગડાઓ કરતા કબૂતરો શું વધુ તપસ્વી નથી? અને ચબૂતરોમાં શું મંદિરની જેમ પૂણ્યના ઢગલા થતા નથી ?

શ્રાવણીઓ ફરી રેલે, ઓરડો ફરી ભીનો ભીનો થાય, મોરલો ટોડલે ફણી ગહેકવા માંડે એ દિવસો જોવા હાયત કંઠીની સંસ્કૃતિ અનિવાર્ય છે જ! અને તે તપભીના તથા નખ શીખ પવિત્ર તથા પ્રમાણિક હોય એવા હાથે વડે વણાઈ હોય તેવી.

રમેશ પારેખ તો એવું લખી ગયા છે.

એક છોકરો વંઠુ વંઠુ થાય છે,

ને ગામ છે તે મંદિર હરિગુણ થાય છે!

અને આ દેશના રાજકીય રંગરાગ તરફ નજર કરતા એવું લાગે જ છે કે, આ દેશના છોકરા છોકરીઓ વંઠુ વંઠુ થાય છે, એમને ‘કંઠી’ની ખોટ છે…!

એક ચિંતકે તો વળી એવું ચિંતન કયુર્ં છે કે, ‘કંઠી વંઠી !’ છતા છોકરા છોકરીઓને કોન્વેન્ટ કલ્ચરનો અજબ જેવો ચેપ લાગ્યો છે. અને તેમને વંઠુ વંઠુ થતા રોકવાનું આ દેશ માટે અનિવાર્ય છે. એમને ‘કંઠી’ની જરૂર છે. અને તે પણ વંઠી ન હોય એવી કંઠીની !

આપણે મનુષ્યો બચપણમાં પેલા ‘કેલીડીસ્કોપ’માં બંગડીઓનાં ટુકડા દ્વારા લાલ, પીળા અને લીલાલીલા નયનરમ્ય દ્રશ્યો નિહાળીએ છીએ, ખ્વાબો નિહાળીએ છીએ અને પુછીએ છીએ કે આમા ગૌતમબુધ્ધ કયાં? મહાવીર સ્વામી કયાં ?

બિચારો કેલીડીસ્કોપ ! ભોંઠો ન પહે તો શું કરે? બંગડીઓના ટુકડાઓમાં એ ગૌતમ બુધ્ધ કયાંથી બતાવે, ને મહાવીર સ્વામી કેવી રીતે દર્શાવે?

૭૨ વર્ષ પહેલા આદેશના કરોડો નરનારીઓએ જે ખ્વાબો અને સ્વપ્ના નિહાળ્યા હતા અને ગૌતમ બુધ્ધ, મહાવીર સ્વામી તથા મહાત્માના આ દેશમાં તેમને સઘળુ સુખ મળી રહેશે એવી કલ્પનાઓ કરી હતી. પરંતુ એ બધઉ દેખાડનારે તેમને કેલીડીસ્કોપમાં દેખાડવું હોવું જોઈએ !

કોઈ ગરીબ બાઈની સૌભાગ્ય ચૂડીઓ નંદવાઈ ગઈ હશે અને તેના ટુકડા ભેગા કરીને તે કેલીડીસ્કોપમાં ભરી દેવાયા હશે. એમાથી નિષ્પન્ન થયેલા દ્રશ્યોને તેમણે સુખ સમૃધ્ધિ અને ‘રામરાજય’ના પ્રતીકો તરીકે ઓળખાવ્યા હશે. એમાં કદાચ રોટી , કપડા અને મકાન પણ નયનરમ્ય પરિદ્રશ્યોના સ્વ‚પે દર્શાવવામાં આવ્યા હશે!

તે વખતે મૂકિત નાને‚ બાળ હતી.

હળવા હાથે એના પારણા ઝુલાવાતા હતા.

ખુશીનો અદ્ભૂત અવસર હતો. રળિયામણી ઘડી હતી.

કેલીડીસ્કોપના દ્રશ્યોને પણ સાચા માની લે તેવી ભોળી ભલી પ્રજા હતી…

પરંતુ, કેલીડીસ્કોપમાં કંગનના ટુકડાઓમાં જેસો સો સુરજ પ્રજાએ હોંશે હોંશે નીરખ્યા તે કેલીડોસ્કોપ ૫૯ વર્ષમાં કેટલીયેવાર તડ્ તડ્ તૂટયો છે. અને સો સો સુરજ આથમ્યા છે. કોઈએ કેલીડોસ્કોપ તૂટયો તે વખતે એમાં દ્રશ્યો જોનારાઓની દયા ખાધી હતી કે બિચારા છોકરા અને બિચારી છોકરીઓ!

વંઠુ વંઠુ થાય છે તે છોકરાઓ અને છોકરીઓ તે આજ હશે ને? એને કેલીડીસ્કોપ છોડાવીને કંઠી કોણ બાંધે, એ સવાલ આજે સૌથી મહત્વનો બન્યો છે!

છતાં આવા સમયે ભગવાન આ દેશની મદદે આવે જ છે.

એ વાતનું તેમણે એકથી વધુ વખત પ્રમાણ આપ્યું છે.

મ મોહન રાય એમાનાં એક હતા, વિવેકાનંદ એમાંના એક હતા. મહાત્મા ગાંધી એમાનાં એક હતા. એમની પહેલા કબીર, નાનક, તુલસી, મુરા, દાંદુ અને મધ્ય યુગના બીજા અગણિત સંતો તેમજ દ્રષ્ટીઓએ આ દેશના લોકોને માનવજાતીની સંસ્કારિતાના વર્તમાન યુગમાં દિવ્યતેજે દિક્ષિત કર્યા હતા.

એમનું ધ્યેય આદેશના છોકરાઓ છોકરીઓ વંઠુ વંઠુ થતા અટકે, એમને દિવ્યદર્શન કરાવતા કેલીડોસ્કોપ તેઓ પામે તેઓ ચિરંતન સુખ શાંતિનો અનુભવ કરે તથા ગૌતમ બુધ્ધ, મહાવીર સ્વામિનો અવિષ્કાર કરે તે જોવાનું હતુ. તેમણે એને લગતી ‚ડી કંઠીઓ સહુ કોઈને બાંધ્યા કરી હતી.

પેલા રાજકોટના રેસકોર્સ ઉપર વિજળીના વાયરને આસન બનાવીને હારબંધ બેસતા કબૂતરો કદાચ ચણના ઢગલામાંથી ‚ડી કંઠીઓ સર્જાય એવું ઈચ્છતા હશે ! એને માટેની કદાચ એમની સમૂહ પ્રાર્થના હશે!…

જે હાથ ચણ નાખે તે તમાકુ કે ફાકી ન ખાય !

જે હાથ ચણ નાખે તે સંસ્કાર તથા સંસ્કૃતિનાં મૂલ્યોનું જતન કરે!

જે હાથ ચણ નાખે તે ભગવાનને ન ગમે એવું કશુ જ ન કરે.

જે હાથ પ્રભુતાનાં વાવેતર કરે, ચણનાં વાવેતર કરે, દીન -દુખિયાને સહાય કરે !

આપણો દેશ વેદિક સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતનો છે. એને આપણા રાજપુ‚ષો અને રાજકર્તાઓએ છિન્નભિન્ન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. છતા એ અમરત્વભીની છે.

અસદોમાં સદ્ગમય,

મૃત્યોમાં અમૃતગમય

તો પણ, આપણા દેશમાં હજુ પથ્થરને સુવર્ણના દાગીના તથા સાચા મોતીની માળાઓ ચડે છે. પણ ગરીબોએ એમની રોજીરોટી માટે આખો દિવસ રઝળપાટ કરવી જ પડે છે.

દેશની આ કમનશીબીનો અંત આવતા હજૂ કેટલીવાર લાગશે?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.