મહર્ષિ ચરકે પોતાના ગ્રંથમાં હ્રદયને માટે ગુણકારી એવા 10 ઉત્તમ ઔષધોમાં કેરીની ગણતરી કરી છે. આ ઔષધોમાં કેરી સૌથી પહેલા સ્થાને ઉનાળો ચાલુ થયોને આવી ગઇ કેરીની મોસમ કેરી ગુણોથી ભરપુર છે. આપણાં દેશમાં 6 હજારથી વધુ વર્ષોથી આંબાના ઝાડ વવાય છે. સામાન્ય રીતે આંબો પ0 વર્ષ અને હાફૂસ ર00 વર્ષ સુધી કેરીના ફળ આપે છે. કેરીની પણ અસંખ્ય જાત આવે છે. દરેકના અલગ નામ જાત અને તે પ્રમાણેની તેની ખાસિયત છે. દરેકનો સ્વાદ અને કલર પણ છે. 1490 ની સાલમાં પોર્ટુગીઝ લોકો કેરળમા મસાલાની સાથે કેરી પણ લઇ ગયા તે કેરીને માંગા કહેતા હોવાથી અંગ્રેજોએ તેમનું નામ મેંગો પાડયું હતું. આપણા મલયાલમ પ્રાંતમાં તેને માન્ન પણ કહે છે.
કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. તેની પ0 થી વધુ જાતીઓ છે. આંબાના વૃક્ષ ભારતના દરેક રાજયમાં જોવા મળે છે. આ ફળ કાચું હોય ત્યારે ખાટું અને પાકી જાય ત્યારે મીઠું મધુર લાગે છે. કેરી ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખવાય છે. કાઠિયાવાડમાં રસ-પુરીના જમણનું અનેરુ મહત્વ છે. કેરીના પ્રકારોમાં કેસર, હાફૂસ, લંગડો, રાજાપૂરી, તોતા પૂરી, પાયરી, નિલફાન્સો, બદામ, દાડમીયો, વનરાજ, સરદાર જેવી અનેક જાત આવે છે.
ભારતમાં હાલ આંબાનું સૌથી વધુ વાવેતર યુ.પી., બિહાર, તામિલનાડુ, બંગાળ, ઓરીસ્સા, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ સાથે ગુજરાતમાં વલસાડ, સુરત, ભરૂચ અને સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ભાવનગર, જામનગર અને મોરબી જિલ્લામાં આંબાનું વાવેતર વધારે હોવાથી કેરીનો ફૂલ ફાલ આવે છે. મહારાષ્ટ્રની અલફાડસો અને પાયરી જેવી કેરી વેપારીની દ્રષ્ટિએ ઉત્તમ હોય છે. ભારત દુનિયાના કુલ ઉત્પાદનના 40 ટકાથી વધુ ઉત્પાદન કરે છે. ત્યારબાદ ચીન અને પાકિસ્તાનનો નંબ્ર આવે છે. વિશ્ર્વમાં થાઇલેન્ડ, ઇન્ડોનેશીયા, મેકિસકો, ફીલીપાઇન્સ, નાઇઝરીયા, બ્રાઝિલ, ગયાના, વિયેટ નામ, બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ કેરીનું વિશેષ ઉત્પાદન છે.
આ અંગેના દસ્તાવેજી પુસ્તકમાં કેરીની ઉત્તમ જાત ભાવનગરના મહુવામાં બોમ્બે કલમ વડે ઉગાડાય છે. જે જાણકારોના અભિપ્રાય મુજબ સ્વાદ અને મજબૂતાઇમાં મૂળભૂત કરતાં પણ ચડિયાતી હોય છે. ઉત્તમ સ્વાદવાળી કેરી સોનાગઢ, વરતેજ, કરદેજ અને કોળીયાકમાં પાકે છે. બાંગ્લાદેશમાં ગોપાલ ગંજ ખાતે 110 વર્ષ જાુનું કેરીનું ઝાડ છે. વિશ્ર્વમાં કોઇપણ ફળ કરતાં કેરી સર્વગુણ સંપન્ન સાથે આરોગ્ય માટે લાભકારી છે. કેરીમાં શરીરને ઉપયોગી એવા એટલા બધા પોષ્ટિક તત્વો છે કે માત્ર કેરી ઉપર જ મહિનાઓ સુધી રહી શકાય છે. આજે પણ અમુક વૈદ્યો પેટ અને આંતરડાના રોગોમાં પંચકર્મ દ્વારા શરીરની શુઘ્ધી કરાવીને માત્ર કેરીનો રસ અને દુધ પર રાખીને ફીટમેન્ટ કરે છે. આ વિધીને આમ્રકલ્પ પણ કહેવાય છે.
મહર્ષિ ચરકે પોતાના ગ્રંથમાં હ્રદયને માટે હિતકારી એવા 10 ઉત્તમ ઔષધોમાં કેરીની પણ ગણતરી કરી છે. આદર્શ ઔષધોમાં કેરી, આમળા, બહેડા, કરમદા, વૃક્ષામ્બ, અમ્લવેતસ, બોર, નાના બોર, દાડમ અને જંબુરી લીંબુ હ્રદયને માટે હિતાવહ એવા દશ ઔષધોમાં કેરી પ્રથમ સ્થાન છે. કેરીના સેવન બાદ વધારે પડતું પાણી ન પીવું તેના બદલે થોડુ દુધ પીવું લાભકારી છે.આમ આદમથી લઇને વડાપ્રધાન મોદીજી સુધી સૌ કોઇ કેરીને વિશેષ પ્રેમ કરે છે. વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી ફળાઉ પાક કેરી છે.
સમગ્ર વિશ્વને કેરીની ભેટ ભારતે આપી છે. દર વર્ષે 1પ00 થી વધુ જાતની કેરી ભારતમાં ઉત્પન્ન થાય છે. ચીની મુસાફર હ્યુસેમ સંગ ભારતથી કેરી ચીન લઇ ગયા હતા. એલેકઝાન્ડર પોરસને હરાવી પાછા ફરતી વખતે કેરીના ટોપલાઓ ગ્રીસ લઇ ગયા હતા. બાબરથી લઇ ઔરંગઝેબ સુધીના મોગલો કેરીના શોખીન હતા. આજ કારણે તેના વ્યંજનમાં આમ પન્ના, આમ પુલાવ જેવાનો સમાવેશ થયો છે. કેરીનો પલ્પ અને ગુલાબ ભેળવીને શરાબ પીરસાતો હતો. અકબર અને પેશ્ર્વાઓએ લાખો આંબા વાવેલાને તેમાંથી જ પોર્ટુગીઝો એ કલમ કરીને અલ્ફાન્ઝોની શોધ કરી સાથે કેરીને વેપારમાં સામેલ પણ કરી.
હિન્દુ ધર્મના દરેક ગ્રંથમાં કેરીનો વિશેષ ઉલ્લેખ છે વરાહપૂરાણમાં આંબાના વૃક્ષ વાવવાને ધર્મ સાથે જોડેલ છે. ભગવાન બુઘ્ધને જ્ઞાન આંબાના વૃક્ષ નીચે જ પ્રાપ્ત થયેલ હતું. આજે પણ આપણે શુભ પ્રસંગે આંબાના તોરણ અને તાંબાના લોટામાં આમ્રપર્ણ મૂકીને નાળિયેર મુકાય છે. ભગવાનને કેરીનો પ્રસાદ ચડાવાય છે. ગુજરાતનાં ચોબારી ગામે પાંડવોએ યજ્ઞ કરીને રસ-રોટલીની પોર્ટી રાખ્યાના અવશેષો પણ મળ્યા છે.
કેરીમાં કેલરી અને કાર્બોહાઇફેટનું પ્રમાણ વધારે હોવાથી વજન વધારો થાય છે પણ જો પાકી કેરીનું સેવન કરે તો વજન વધુ વધે છે. કેરીમાં આર્યનનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક લોકોએ અવશ્ય કેરી ખાવી જોઇએ. તેમાં વિટામીન-ઇ નું પ્રમાણ હોવાથી આપણી હોર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે.
બેકટેરીયાનું ઇન્ફેકશન, ડાયેરીયા, આંબોની સમસ્યા, કબજિયાત, વાળ ખરવા, લીવર પ્રોબ્લેમ, હાર્ટ પ્રોબ્લેમ, પાઇલ્સ કે શરીરમાં અળાઇ થાય તો પાકી કેરી ખાવાથી રાહત મળે છે. કેરીઓનો રાજા ગણાતી હાફૂસ કેરી મહારાષ્ટ્રના રત્નાગીરીમાં વધુ પાકે છે. આને અંગ્રેજીમાં આલ્ફ્રેન્ઝો પણ કહેવાય છે. જુનાગઢની કેસર કેરી પણ વિશ્ર્વભરમાં જાણીતી છે. કેસર કેરીની વિદેશમાં બહુ માંગ હોય છે.
ભારતના દરેક પ્રદેશમાં જાુદી જાુદી પ્રજાતિઓની કેરી થાય છે. સૌરાષ્ટ્રની કેસરથી લઇને મહારાષ્ટ્રની હાફૂસ સુધી તો યુ.પી. ની લંગડોથી લઇને તોતા પૂરી સુધી દરેક કેરીના નામ પાછળ એક વાત હોય છે. નામ સાથે રંગ, આકાર, વજનની પણ રોચક વાતો હોય છે. જેમ કે કેસર કેરી ઉ5રથી લીલી અને અંદરથી કેસરી હોવાથી તેનું નામ કેસર પડયું છે. વિશ્ર્વમાં સૌથી વધુ ભારતની કોઇ કેરી ઓળખાતી હોય તો તે રત્નાગીરી હાફૂસ છે. જેનું વિદેશમાં નામ છે અલ્ફાન્સો ભારત આ કેરીની સૌથી વધુ નિકાસ યુ.એસ. માં કરે છે. લંગડો કેરી પછી સૌથી મીઠી કેરી હાફૂસ હોય છે.
કેરીની વિવિધ બનાવટો
કાચી કેરીમાંથી આંબોળીયા, આમચૂર, પાવડર, અથાણા, મુરબ્બો, ચટણી, શરબત, બાફલો જેવી વિવિધ બનાવટો બનાવીને સૌ બરણી ભરી રાખે છે. જયારે પાકી કેરીમાંથી જયુસ, પલ્સ, પાવડર, જામ, જેલી, કેન્ડી, ટોફી, કેરીના પાપડ વિવિધ પીણા સાથે તેની ગોટલીને શેરીને તેનો મુખવાસ પણ બનાવાયા છે. ગોળ કેરીનું ખાટું અને મીઠું અથાણું સાથે કેરી, ગુંદાનું અથાણું કાઠિયાવાડી ભોજનની શાન છે.
કેરીની વિવિધ જાતોના નામ
ભારતમાં વિવિધ પ્રકારની કેરીની જાત હોય છે. વિવિધ પ્રાંતો પ્રમાણે ત્યાંની જાતની કેરી લોકો આરોગે છે. કેરીની જાણીતી જાતોના નામમાં કેસર, હાફૂસ, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, બેગમ પલ્લવી, વનરાજ, નિલ્ફાન્સો, જમાદાર, મલ્લિકા, રત્નાગીરી, સિંધુ, બદામ, નિલેશ્ર્વરી, બદામી અને દાડમીયોનો સમાવેશ થાય છે.