વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતના બંધારણમાં સામાજિક સમરસતા અને વિવિધતામાં એકતા ના મૂળભૂત અભિગમ ને લઈને વિશ્વભરમાં ભારતની એક આગવી અને વિશિષ્ટ માનવતાવાદી ઓળખ રહી છે ત્યારે ભારતની ભવ્યતા અને ગરીમાપૂર્વક ની સામાજિક રાજકીય વ્યવસ્થા દેશ વિરોધી તત્વોને આંખમાં કણાની જેમ ખૂંચે છે અને સમાજ શત્રુઓ સતતપણે કોઈપણ બહાને અને તક મળીએ સામાજિક વિભાજન અને સાંપ્રદાયિક તનાવ ઊભો કરીને દેશની શાંતિને પલિતો ચાંપવાનીફિરાકમાં બેઠેલા હોય છે, રાજકીય વાદવિવાદ હોય કે ધાર્મિક મુદ્દો કે મહિલા અત્યાચાર કે પછી કોઇપણ સંવેદનશીલ મુદ્દા નો સરળ ઉકેલ લાવવાને બદલે આવા મુદ્દાઓને સામાજિક વિમલ રહસ્યનું કારણ બનાવીને અરાજકતા ફેલાવવા માટે સક્રિય રહેતા આવા તત્વો ને સમાજ શત્રુઓ પરોક્ષ રીતે પૈસાની મદદ કરીને દેશમાં અરાજકતા ફેલાવે છે તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથ રસમાં દુષ્કર્મની ઘટનાના પગલે ફરીથી આવા તત્વો સક્રિય થઈ ગયા હોય તેમ પીડિતા તરફ સહાનુભૂતિ વ્યક્ત કરી આ મુદ્દાને સાંપ્રદાયિક ધોરણે લઈ જઈ અશાંતિ ફેલાવવા માટેના પરયાસ ઓ ને વધુ ભડકાવવા માટે વિદેશથી મોટી રકમ હવાલા મારફત આવ્યું હોવાનું ઇ ડી ને ધ્યાને આવ્યું છે સાથે સાથે કેટલીક વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર પણ પીડિત ને ન્યાય અપાવવાના સાથે સામાજિક વેમનસ્યફેલાવવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું દેશમાં જ્યારે જ્યારે કોમી તંગદિલી આત્મઘાતી હુમલા સરકાર અને સમાજની બાનમાં લેવા માટે આંદોલનના નામે કરવામાં આવતા તોફાનો હિન્દી ઘટનાની તપાસમાં દર વખતે આવી ઘટનાઓ બન્યા પૂર્વે દરમિયાન અથવા તો પાછળથી વિદેશથી મોટી રકમના હવાલા કબાલા થયા હોવાનું વારંવાર બહાર આવે છે ઈ ડી આમ તો નાણાકીય વ્યવહાર અને બેનંબરી ટ્રાન્ઝેક્શન પર પૂરતી નજર રાખે છે પરંતુ સમાજ શત્રુઓને કાબૂમાં રાખવા માટે વિદેશથી હવાલા મારફતે એક પણ રૂપિયો ન આવે તેની તકેદારી રાખી આવશ્યક બની છે અને જ્યારે જ્યારે પણ આવા માથા વગરના ધડ જેવા આશ્ચર્યજનક મોટા નાણાકીય વ્યવહારો સામે આવે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને તમામ સુરક્ષા એજન્સીઓને સાબદી થઈ આ બે નંબરી નાણાનો ઉપયોગ કરીને શું થઈ શકે. નવા નો ઉપયોગ સમાજ શત્રુઓ દ્વારા ન થાય. અને મોટી આફતના સંકેત જેવા આ હવાલા ના મૂળ સુધી જઈને સમાજ શત્રુઓની મોટી ભાંગફોડ કે દેશ વિરોધી પ્રવૃત્તિને અંજામ આપવાની મનની મુરાદ ને મનમાં જ ડામી દેવાની વ્યવસ્થા ગોઠવવી પડશે
સમાજ શત્રુઓની અરાજકતા ફેલાવવા ની મુરાદને નિષ્ફળ બનાવવા હવાલા મારફત નાણા વિનિમય પર આકરો સકંજો રાખવો જરૂરી
Previous Articleચુડામાં વીજ તંત્રની બેદરકારીએ વધુ એક યુવાનનો ભોગ લીધો
Next Article ભૂજમાં વિદેશી ચલણ સાથે એકની ધરપકડ