રામ જન્મભૂમિ વિવાદ કેસનું  મધ્યસ્થી ઉકેલ લાવવા અત્યાર સુધી થયેલા ચાર પ્રયત્નો નિષ્ફળ નિવડયા છે

દાયકાઓથી અદાલતી કાર્યવાહીમાં અટવાયેલા અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ કેસનું કાયમી સમાધાન શોધવા પરમ દિવસે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થિઓ દ્વારા ઉકેલ લાવવાની ભલામણ કરી હતી જે માટે તમામ પક્ષકારોને તેમના સંભવિત મધ્યસ્થિઓના નામ આપવા તાકીદ કરી હતી. સંભવિત બાદ આ કેસ કોર્ટ દ્વારા નિયુકત અને નિયંત્રણ કરનારા મધ્યસ્થિઓને સોંપવો કે નહીં તે મુદ્દે સુપ્રીમે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જેનો ચુકાદો આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં  આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના સીજીઆઈ રંજન ગોગોઈના અધ્યક્ષતામાં પાંચ જજોની બેંચે આ વિવાદની મધ્યસ્થિ કરવા ત્રણ સભ્યોની સમીતીની રચના કરવાનો હુકમ કર્યો છે. નિવૃત જસ્ટીસ ખલ્લીફુલ્લાની આગેવાનીમાં બનનારી આ સમીતીમાં શ્રીરામ પંચુ અને શ્રી શ્રી રવિશંકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમીતી એક અઠવાડિયામાં મધ્યસ્થિની પ્રક્રિયા શ‚ કરી ચાર અઠવાડિયામાં તેનો રિપોર્ટ સોંપે તેવી સુપ્રીમે તાકીદ કરી છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ જમીન માલિકીનો વિવાદ ૭૦ વર્ષથી કાયદાકીય ગુંચોમાં અટવાયેલો છે.

ત્યારે સુપ્રીમ કોર્ટે પરમ દિવસે આ કેસની સુનાવણી દરમિયાન આ કેસ લાગણી અને આસ્થા સાથે જોડાયેલો હોય તેની મધ્યસ્થિથી નિકાલ લાવવા માટેનો પ્રસ્તાવ મુકયો હતો. ચીપ જસ્ટીસ રંજન ગોગોઈની બેન્ચે આ કેસના તમામ પક્ષકારોને તેમના શકય મધ્યસ્થિઓના નામો પણ મંગાવ્યા હતા જે બાદ આ કેસનો મધ્યસ્થિ સમજાવટ દ્વારા નિકાલ લાવવાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થનારી છે. મધ્યસ્થિથી આ કેસનો નિકાલ લાવવાનો પક્ષકાર એવા અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.

આજે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ.એ.બોબડે, ડી.વાય.ચંદ્રચુડ, અશોક ભુષણ અને એસ.અબ્દુલ નઝીરએ પાંચ જજોની બંધારણીય બેન્ચ દ્વારા મધ્યસ્થિ સમજાવટ દ્વારા આ કેસના નિકાલ માટેનો નિર્ણયની સુનાવરી કરવામાં આવનારી છે. પરમ દિવસે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થિ દ્વારા નિકાલના પ્રસ્તાવનો પક્ષકાર એવા અનેક હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કરીને તેને કોર્ટની નિરર્થક કસરના સમાન ગણાવી હતી.

જયારે અન્ય પક્ષકાર હિન્દુ સંગઠનોએ અલગ થઈને નિર્મોહી અખાડાએ નિવૃત જસ્ટીસ કુરીયન જોસેફ, એ.કે.પટ્ટનાયક, જી.એસ.સિંધવીના નામો મધ્યસ્થિઓ તરીકે સુચવ્યા હતા. જયારે હિન્દુ મહાસભાના સ્વામી ચક્રવાણીએ પૂર્વ સીજેઆઈ જે.એસ.ખેહર, દીપક મિશ્રા અને નિવૃત જસ્ટીસ એ.કે. પટ્ટનાયકના નામો મધ્યસ્થિ માટે સુચવ્યા હતા. મુસ્લિમ પક્ષકારોએ પર તેના તરફથી વિવિધ મધ્યસ્થિઓના નામોની યાદી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી પરંતુ મધ્યસ્થિનો વિરોધ કરી રહેલા પક્ષકાર એવા વિવિધ હિન્દુ સંગઠનોએ તેમના તરફથી મધ્યસ્થિઓના નામોની યાદી સુપ્રીમ કોર્ટમાં સોંપ્યા નથી.

મધ્યસ્થિ દ્વારા આ કેસનો વિવાદ ઉકેલ લાવવાના અત્યાર સુધી ચાર પ્રયત્નો નિષ્ફળ રહ્યાં છે. ૧૯૯૦માં પ્રથમ વખત હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એકશન કમિટી વચ્ચેની વાટાઘાટો નિર્ણાયક તબકકે જુટી પડી હતી. ૨૦૦૩માં કાંચીના શંકરાચાર્ય હાથ ધરવામાં વાઘાઘાટની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં તૂટી પડી હતી.

માર્ચ ૨૦૧૭માં સુપ્રીમના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ.ખેર ત્રીજો પ્રયાસ કર્યો હતો. જે પણ કોઈ પરિણામ સુધી પહોંચી શકયો ન હતો. જે બાદ ૨૦૧૭ના અંતમાં હિન્દુ આધ્યાત્મિક ગુ‚ શ્રી શ્રી રવિશંકર અને શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વાસીમ રીઝવીએ આ વિવાદનો ઉકેલ લાવવા કરેલા પ્રયત્નો નિષ્ફળ નિવડયા હતા. જેથી સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયથી મધ્યસ્થિ દ્વારા આ કેસનો ઉકેલ આવશે કે કેમ તેના પર પ્રશ્ર્નાર્થ ઉભો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.