એફસીઆઈ પરનું આર્થિક ભારણ ઘટાડવા સરકારે વધુ 1.45 લાખ કરોડ રૂપિયાની સહાય આપશે !!!
કેન્દ્ર સરકારે ઘઉંના ભાવવધારાને નિયંત્રિત કરવા માટે ખુલ્લા બજારમાં વેચાણ યોજના શરૂ કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ રાજ્યમંત્રી, સાધ્વી નિરંજન જ્યોતિએ જણાવ્યું કે ભારતીય ખાદ્ય નિગમે, દેશમાં ઘઉંના ભાવમાં વધારો અટકાવવા પ્રયત્નો કર્યા છે. એટલુંજ નહીં સરકારે વધુમાં જણાવ્યું હતું કે,આ યોજના હેઠળ 16 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવામાં આવશે.
એફસીઆઈએ આસામ, ત્રિપુરા, મિઝોરમ અને મેઘાલય માટે ટેન્ડર બહાર પાડ્યા છે અને કુલ 16 હજાર 400 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો લોટની મિલો, ખાનગી વેપારીઓ, જથ્થાબંધ ખરીદદારો અને ઘઉંના ઉત્પાદનોના ઉત્પાદકોને નિયુક્ત ડેપોમાંથી ઘઉંનું વિતરણ કરવામાં આવશે. નાફેડ અને કેન્દ્રીય ભંડાર ખાતે પણ આ ઘઉંનો જથ્થો પૂરો પાડવામાં આવશે. એટલુંજ નહીં ઘઉંનો લોટ પણ સસ્તા ભાવે આપવા સરકારે જણાવ્યું છે. ફૂડ કોર્પોરેસન ઓફ ઇન્ડિયા દ્વારા 9 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં હરાજી કરવામાં આવી છે.
ખુલી બજારમાં સરકાર દ્વારા જે ઘઉં ઠાલવવામાં આવ્યા છે તેનું મુખ્ય કરમ એ છે કે , જે ભાવ અનિયંત્રિત થઈ રહ્યા હોય તે નિયંત્રણમાં રહે. ઘઉંનો જે નવો પાક આવ્યો છે તેને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અને ગુજરાતમાં વેચવામાં આવી રહ્યા છે. પ્રતિ કવીંટલ ઘઉંનો ભાવ 2400 થી 2500 લેવામાં આવી રહ્યો છે. જ્યારે ટેકાના ભાવ પ્રતિ કવીંટલ 2125 રૂપિયા નિર્ધારિત કરવામા આવી રહ્યા છે. ઈ-ઓક્શનના કારણે છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઘઉંના બજાર ભાવમાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ઈ-ઓક્શનમાં વેચાયેલા ઘઉંની ખરીદી અને બજારમાં લોટની ઉપલબ્ધતા બાદ ભાવમાં વધુ ઘટાડો થવાની તૈયારી છે.
બીજી તરફ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પર આર્થિક ભારણ ન આવે તે માટે સરકારે વધુ 1.45 લાખ કરોડ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ને જે અતિરેક નાણાકીય બોજ ઊભા થતો હોય તો તેની ભરપાય આ નિર્ધારિત કરેલી રકમથી કરી શકાય. જ નહીં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે અનાજની ખરીદી કરવામાં જે ખર્ચ લાગુ પડ્યો હોય તેની પણ ભરપાઈ આ યોજના એટલે કે આરતી જે રકમ આપવામાં આવી છે તેનાથી કરી શકાશે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ફાળવવામાં આવેલા 1.45 લાખ કરોડ રૂપિયા ખૂબ મદદરૂપ સાબિત થશે : રામ પ્રકાશ
ડિવિઝનલ મેનેજર રાજકોટ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના રામ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે એફસીઆઇ ને વધુ 1.45 લાખ કરોડ રૂપિયા ફાળવવા માટેની સહાય કરવામાં આવી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અત્યાર સુધી અંત્યોદય લોકોને બે રૂપિયા અને ત્રણ રૂપિયા ના દરે ઘઉં અને ચોખા ફાળવવામાં આવતા હતા. ત્યારે પેલી ડિસેમ્બર થી પ્રધાનમંત્રી ગરીબ અનકલયાણ યોજનાને બંધ કરી દેવામાં આવી છે અને નેશનલ ફૂડ સિક્યુરિટી હેઠળ હવે દરેક અંત્યોદય લોકોને ઘઉં અને ચોખા નિશુલ્ક આપવા માટેનો નિર્ણય લીધેલો છે જે એફસીઆઇ ઉપર આર્થિક ભારણ ઉભુ કરી શકે છે જે ન થાય તેના માટે સરકારે અતિરેક 1.45 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
રાજકોટ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે હજુ પણ છ મહિના ચાલે જે તેટલો ઘઉં અને ચોખાનો જથ્થો
હાલ જે રીતે ઘઉં અને ચોખામાં જે માંગ વધવામાં આવી રહી છે તેના ભાગરૂપે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા રાજકોટ પાસે હજુ પણ છ મહિના સુધી ચાલે તેટલો જથ્થો ફરી આપશે છે જે અંગે રાજકોટ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડિવિઝનલ મેનેજર એ જણાવ્યું હતું.