સોટોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો ૬૦:૪૦ જેમ અંગદાન લેવાની જોગવાઈ

 

ઘણા સમય બાદ એટલે કે, આશરે ૩ વર્ષની ભારે જહેમત બાદ ગુજરાતને ‘સોટો’ની સોગાદ મળી છે. સોટો એટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન. સોટોને લઈ રાજયનું હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ખાસ જીઆર રજૂ કરવામાં આવ્યો છે. જેનાથી આવનારા સમયમાં ગુજરાત રાજય ભારતના ૧૦ એવા રાજયોમાનુ એક રાજય બનશે જયાં એક્ટિવલી સોટો પોતાનું કાર્ય કરી શકશે અને ટ્રાન્સપ્લાન્ટ સહિતની અનેકવિધ અંગદાનને લઈ કાર્યો આગળ વધારી શકશે.

ગુજરાત રાજયમાં સોટો આવવા પાછળ મુખ્ય કારણ નેશનલ અને જે રીઝનલ ઓટો સંસ્થા માનવામાં આવી રહ્યું છે. સોટો વિશે વાત કરવામાં આવે તો તે અંગદાન અને જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતા હોય છે તેના વિશે તે માહિતી પૂર્ણ પ્રકારની રાખશે. કહીં શકાય કે, હાલ આ સંસ્થાના ગુજરાતમાં આવવાથી ઈન્ટર સ્ટેટ સહિત અનેકવિધ પ્રકારે ઓર્ગન ટ્રાન્સફર થઈ શકશે.

ગત ૨૦૧૭માં ગુજરાતમાં ૨૪૨ અંગદાનો કરવામાં આવ્યા હતા જે ભારતમાં ગુજરાત પાંચમાં ક્રમે રહ્યું હતું. વિશેષજ્ઞો દ્વારા જાણવા મળતા ગુજરાતમાં દિન-પ્રતિદિન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટને લઈ અનેકવિધ પ્રશ્નો ઉદ્ભવીત થઈ રહ્યાં છે અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની માંગ પણ વધતી જોવા મળી રહી છે એમાં પણ કિડની વિશે સૌથી વધુ ગુજરાતમાં માંગ ઉભી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોકીલાબેન ધિરૂભાઈ અંબાણી હોસ્પિટલ દ્વારા બે ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને પુનમાચંદ પરમારની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ હતી.

સોટોના જીઆર અનુસાર સરકાર અને ખાનગી હોસ્પિટલો વચ્ચે અંગદાનનો રેશીયો પણ નકકી કરવામાં આવ્યો છે. જેમાં ૬૦:૪૦ના રેશીયામાં અંગદાનનું પ્રવિધાન કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર ગુજરાત મોડલ નોટોના ધારા-ધોરણ મુજબનું રહ્યું છે જે દક્ષિણ ભારતમાં મુખ્યત્વે આ પ્રકારનું મોડલનું આયોજન જોવા મળે છે. વાત કરવામાં આવે તો નવા નિયમોનુસાર ૧, ૩, ૫ આ રીતના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સરકારી હોસ્પિટલમાં જશે. જયારે ૨ અને ૪ ખાનગી હોસ્પિટલમાં મોકલવાનું નિયમોમાં જણાવવામાં આવ્યું છે. જેથી આ આયોજનના ભાગરૂપે સરકારી હોસ્પિટલ અને ખાગની હોસ્પિટલોમાં ૬૦:૪૦નો રેશીયો જોવા મળશે.જયારે જે અંગો સરકારી હોસ્પિટલો ઉપયોગ નહીં કરે તે તમામ અંગો પ્રાઈવેટ હોસ્પિટલને સોંપવામાં આવશે જેથી જે દર્દીઓ છે તેને બચાવી શકાય. સાથો સાથ એક ખાસ વેબસાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વેબસાઈટના આધારે તમામ જે ડેટારહેલા હોય તેનો અભ્યાસ સોટો અને નોટોના અધિકારીઓ કરી શકશે અને કયાં પ્રમાણમાં અંગદાન થઈ રહ્યું છે અને અંગદાનોની સંખ્યાની પણ માહિતી મેળવી શકશે. જેથી કોઈપણ રીતની ગેરરીતિ આચરી ન શકાય. જેના માટે સ્ટેટ લેવલ કોર્ડીનેટરને પણ નિયુકત કરવામાં આવ્યા છે જે તમામ કોમ્પ્યુટરાઈઝ અંગદાન વિશેના અપડેટ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.