આક્રોશ ધરાવતા ટોળા પર પોલીસે ફાયરીંગ ન કરવું પડે માટે કે–૯ ડોગને તાલીમ આપી જુથ નિયંત્રણ માટે મદદ લેવાશે
કે–૯ સ્કવોડમાં બેલ્જીયન મેલીનોઇસ, જર્મન શેફર્ડ, ડોબરમેન, લેબ્રોડોર અને કોકર સ્પેનીયલ જેવા ડોગનો સમાવેશ
રાજયના વિવાદ, હોબાળા અને સંવેદનશીલ પરિસ્થિતિના ન્યિંત્રણ માટે પોલીસ જુથ પ્રવાહને રોકવા લાઠીચાર્જ, અથવા ટીયર ગેસનો સહારો લેતી હોય છે ત્યારે હવે આર્મી, નેવીની માફક પોલીસ પણ ઇઝરાયેલના સ્કવોડ ડોગ કે–૯ ની મદદ લેશે. આજથી રાજયના મુખ્યમંત્રી ઇઝરાયેલની મુલાકાતે જનાર છે. ત્યારે પોલીસ માટે ખાસ કે–૯ સ્કવોડનો સમાવેશ રાજયની પોલીસમાં કરવાના કરારો કરશે.
ઝેડ પ્લસ સિકયોરીટીથી લઇને નેવી તેમજ સૈન્યમાં ખાસ મિશન માટે કાંતા કુતરી, અથવા ખાસ ટ્રેઇન કરેલા વિવિધ કુતરાઓની મદદ લેવાતી હોય છે. રાજયમાં કોમી હિંસા અવાર નવાર ફેલાતી નજરે પડે છે. ત્યારે મુખ્યમંત્રી સુરક્ષાના ભાગરુપે કે–૯ સ્કવોડને પોલીસ સાથે જોડવા ઇચ્છે છે ખુબ જ શકિતશાળી કે–૯ સ્કવોડ બેજીયન, મેલીનોઇસ, જર્મન શેફર્ડ, ડોબરમેન, લેબ્રાડોર અને કોકર સ્પેનીલ જેવા જાંબાંઝ ડોગને વિશ્વભરની સેવામાં હંમેશાથી પ્રાધાન્યતા મળી છે. તે પછી અમેરિકન નેવી હોય કે પછી ઇઝરાયેલની ઓ કેટઝ કેનેડા, ઓસ્ટ્રેલીયા સહીતના ઘણાં યુરોરિયન દેશોમાં કે–૯ જેવી ખાસ સૈના રહેલી છે. ઘણાં ખાસ ડોગ સેનામાં સ્વર્ણ ઇતિહાસ પણ ધરાવે છે. બેન્જીયન મેલીનોઇસ નામની કેઇરો કુતર વિશે માનવામાં આવે છે કે અબોટાબાદ પાકિસ્તાનમાં અલ કાઇદાના લીડર ઓસામાં બીન લાદેનને ઝડપવાના અમેરિકી મીશનમાં યુએસ નેવીએ રેઇરોની મદદ લીધી હતી.
તો ભારતીય સેનામાં પણ ડોગનો ફાળો છે ભારતીય બોર્ડર સિકયોરીટી ફોર્સ નેશનલ સિકયોરીટી ગાર્ડ, સેન્ટ્રલ રિસર્વ પોલીસ ફોર્સ, સીઆરપીએફ કમાન્ડો, કોબ્રા, અને કર્ણાટકની એન્ટી નકસલ ફોર્સ સહિતની ડિફેન્સ સંસ્થાઓ પાસે વિવિધ પ્રકારની ડોગ સ્કવોડ છે. ટોળાના નિયંત્રણ અને સંવેદનશીલ પરિસ્થિતિનાં ક્ધટ્રોલ માટે ઇઝરાયેલી કે–૯ ડોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે.