મહાયજ્ઞ તાપી નદીના કિનારે શાસ્ત્રીય વિધિ મુજબ વડાપ્રધાનની જીત માટે કરાયો
લોકસભા ૨૦૧૯ની ચૂંટણીને આરે માત્ર વેઢે ગણાય તેટલા દિવસો રહ્યાં છે ત્યારે મોદી સરકારે કરેલી કામગીરી અને વિકાસના કાર્યોને કારણે તેઓ ફરીથી વડાપ્રધાન બને તેવો દેશભરનો જોશ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની ૫૩૨થી વધુ મહિલાઓએ તાપી નદીના કિનારે વડાપ્રધાનને ફરીથી જીત હાંસલ થાય તેવા હેતુથી ૧૦૮ શનિ યજ્ઞનું આયોજન કર્યું છે. જેમાં સફાઈ કામદારોથી લઈ તમામ વર્ગની મહિલાઓ તેમજ કિન્નર સમાજે પણ યોગદાન આપ્યું છે.
કહેવાય છે કે, શનિદેવને રીઝવવાથી કોઈપણ પડકારો સામે જીત હાંસલ કરી શકાય છે ત્યારે જો વડાપ્રધાન ફરીથી સત્તા હાંસલ કરે તો ભારત માટે ઐતિહાસિક હર્ષોલ્લાસની ક્ષણ બની રહેશે તેવી જ વિચારસરણી સાથે સુરતની મહિલાઓ દ્વારા કરાયેલા આયોજનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતોએ હાજરી આપી માહોલને ભક્તિમય તેમજ આશાસ્પદ બનાવ્યો હતો.
વિવિધ ક્ષેત્રની મહિલા આગેવાનોએ આયોજન માટે તમામ પ્રકારની વ્યવસ્થા જાતે જ પૂર્ણ કરી હતી. હાજર પંડિતોએ મંત્રોચ્ચાર કરીને શનિદેવને રીઝવવાનો પુરતો પ્રયાસ કર્યો હતો. ત્યાંની મહિલાઓનું કહેવું છે કે, વડાપ્રધાન પદ તરીકે નરેન્દ્ર મોદી સત્તામાં તો આવવાના જ છે તેઓ તેમને દ્રઢ વિશ્ર્વાસ છે.
પરંતુ તેમ છતાં કોઈપણ પ્રકારની કસર ન રહી જાય માટે તેઓ આધ્યાત્મિકતા અને શુદ્ધ વાતાવરણ સાથે મોદી જીત હાંસલ કરે તેવા પ્રયત્નો સાથે સમગ્ર આયોજન તાપી નદીના કિનારે કરવામાં આવી રહ્યું છે.