ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા નવાપુર રેલવે સ્ટેશન પર એક બાંકડો એવો છે જે દેશના કદાચ કોઇપણ રેલવે સ્ટેશન પર નહિ હોય. આ બાંકડાની મધ્યમાંથી બંને રાજ્યોની સરહદ જાય છે બાંકડાની એક તરફ ગુજરાત રાજ્યના કાયદા લાગે છે તો બીજીતરફ મહારાષ્ટ્ર રાજ્યના કાયદાનો અમલ કરવો પડે છે. મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યના બોર્ડર પર નવાપુર રેલ્વે સ્ટેશન બે રાજ્યની સીમા ઉપર આવે છે. પુર્વ દિશામાં મહારાષ્ટ્ર છે અને પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્ય. રેલ્વે સ્ટેશની વિશેષ બાબત એ છે કે ટિકિટ લેનાર મહારાષ્ટ્રમાં રહે છે અને સ્ટેશન માસ્તર ગુજરાતમાં બેસે છે. નવાપુર એકમાત્ર એવું સ્ટેશન છે જ્યાં 4 ભાષામાં એનાઉન્સમેન્ટ થાય છે.
એક જ બાકડો વહેંચાયો બે રાજ્યમાં
નવાપુર રેલ્વે પોલીસ સ્ટેશન, કેટીંગ, ટિકિટ બુકિંગ, મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના નવાપુરમાં આવે છે. અને સ્ટેશન માસ્તર, ઓપરિંગ કક્ષ, વેટીંગ રૂમ, પાણીની ટાંકી, શૌચાલય ગુજરાત રાજયના તાપી જિલ્લાના ઉચ્છલમાં આવે છે. પરંતુ રેલ્વે સ્ટેશન ઉપર આવેલા લાકડાની બાકડો બન્ને રાજ્યના બોર્ડર પર આવે છે. અર્ધો મહારાષ્ટ્ર રાજ્યમાં અર્ધો ગુજરાત રાજ્યમાં. બાકડા પર બેસીને મુસાફરી બન્ને રાજ્યમાં બેસવાનો આનંદ લે છે. ગુજરાત તરફથી આવતી ગાડીનું એન્જિન મહારાષ્ટ્ર રાજ્યમાં આવે છે અને ડબ્બા ગુજરાત રાજ્યમાં મહારાષ્ટ્ર તરફથી આવતી ગાડીનું એંન્જિન ગુજરાત રાજ્યમાં અને ડબ્બા મહારાષ્ટ્ર રાજ્યમાં આ અનોખું ચિત્ર જોવાં મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com